Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર ચુકાદો આવતીકાલ પર મુલતવી

તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર આજે નિર્ણય ફરી એક વાર આવતીકાલ પર મુલતવી રહ્યો છે. આજે તિસ્તા સેતલવાડ અને આર બી શ્રી કુમારે કરેલી જામીન અરજીનો મામલે વધુ એક વખત જામીન અરજીનો ચુકાદો મુલતવી રહ્યો છો. હવે  આ મુદ્દે વધુ સુનવણી આવતી કાલે હાથ ધરાશે. આવતીકાલે કોર્ટ આ મુદે ચુકાદો આપી શકે છે.મોદી સરકાર વિરુદ્ધ ષડયંત્રના આરોપમાં હાલમાં આ બે આરોપી હાલ જેલમાં છે. તિસ્તા સેતલવાડ અનà
તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર ચુકાદો આવતીકાલ પર મુલતવી
તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર આજે નિર્ણય ફરી એક વાર આવતીકાલ પર મુલતવી રહ્યો છે. આજે તિસ્તા સેતલવાડ અને આર બી શ્રી કુમારે કરેલી જામીન અરજીનો મામલે વધુ એક વખત જામીન અરજીનો ચુકાદો મુલતવી રહ્યો છો. હવે  આ મુદ્દે વધુ સુનવણી આવતી કાલે હાથ ધરાશે. આવતીકાલે કોર્ટ આ મુદે ચુકાદો આપી શકે છે.
મોદી સરકાર વિરુદ્ધ ષડયંત્રના આરોપમાં હાલમાં આ બે આરોપી હાલ જેલમાં છે. તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જામીન અરજી પર આજે આવી શકે છે કોર્ટનો નિર્ણય આવી શકે છે. હાલમાં આ બંને આરોપીઓએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. આ મામલાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. આ કેસમાં સેતલવાડ અને શ્રીકુમારની સાથે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી છે. 
શુક્રવારે અમદાવાદ સેશન્સ કોર્ટ તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની જામીન અરજી પર પોતાનો આદેશ આપી શકે છે. બંનેને 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોના  બનાવટી દસ્તાવેજો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આજે બંનેની જામીન અરજી પર એડિશનલ પ્રિન્સિપાલ જજ ડી.ડી. ઠક્કર પોતાનો આદેશ જાહેર કરશે. ગઇકાલે, કોર્ટે તેના આદેશને શુક્રવાર સુધી મુલતવી રાખ્યો હતો. 
આ અઠવાડિયામાં આ કેસની બીજીવાર સુનાવણી હાથ ઘરાઇ છે. જો કે બંને આરોપીઓએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. આ મામલાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. આ કેસમાં સેતલવાડ અને શ્રીકુમારની સાથે ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી અને આઈપીસી કલમ 468 (બનાવટી કાગળો બનાવવા), 194 (સજાથી બચવા માટે ખોટા પુરાવા આપવા અથવા બનાવવા) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
એસઆઈટીએ તેના સોગંદનામામાં કહ્યું કે, કોંગ્રેસ નેતા અહેમદ પટેલના ઈશારે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો મોટા ષડયંત્રનો ભાગ હતા. SITનો આરોપ છે કે ગોધરા રમખાણો બાદ અહેમદ પટેલે સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. શ્રીકુમાર સરકારથી અસંતુષ્ટ હતા. તેમની સામે પણ સરકાર સામે ષડયંત્ર કરવાનો આરોપ છે
ગયા મહિને સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધા પછી સેતલવાડ, શ્રીકુમાર અને ભટ્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ઝાકિયા જાફરી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની છે, જેમની 2002ના ગુજરાત રમખાણોમાં હત્યા કરવામાં આવી હતી. 8 ફેબ્રુઆરી, 2012ના રોજ, SITએ વડાપ્રધાન મોદી સહિત અન્ય 63 લોકોને ક્લીનચીટ આપી હતી કે તેમની સામે પૂરતા પુરાવા નથી.
Advertisement
Tags :
Advertisement

.