Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જોની ડેપના પક્ષમાં કોર્ટે સંભળાવ્યો નિર્ણય, ભૂતપૂર્વ પત્નીએ ચૂકવવી પડશે આટલી મોટી રકમ

પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન ફિલ્મથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવનારા હોલિવૂડ સ્ટાર્સ જોની ડેપ અને એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસમાં કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. હોલિવૂડ અભિનેતા જોની ડેપની ભૂતપૂર્વ પત્ની અને અભિનેત્રી એમ્બર હર્ડ સામેના માનહાનિના દાવામાં બુધવારે જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મહત્વનું છે કે, હર્ડે દાવો કર્યો હતો કે ડેપે તેમના લગ્ન પહેલàª
જોની ડેપના પક્ષમાં કોર્ટે સંભળાવ્યો નિર્ણય  ભૂતપૂર્વ પત્નીએ ચૂકવવી પડશે આટલી મોટી રકમ
પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન ફિલ્મથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવનારા હોલિવૂડ સ્ટાર્સ જોની ડેપ અને એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસમાં કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. હોલિવૂડ અભિનેતા જોની ડેપની ભૂતપૂર્વ પત્ની અને અભિનેત્રી એમ્બર હર્ડ સામેના માનહાનિના દાવામાં બુધવારે જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 
મહત્વનું છે કે, હર્ડે દાવો કર્યો હતો કે ડેપે તેમના લગ્ન પહેલા અને પછી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હોલિવૂડના બે મોટા સ્ટાર્સ જોની ડેપ અને એમ્બર હર્ડ લાંબા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. બંનેએ એકબીજા પર બદનક્ષીનો કેસ કર્યો હતો. એમ્બરે આ કેસમાં પોતાને "ઘરેલુ દુર્વ્યવહારનું પ્રતિનિધિત્વ કરતી જાહેર વ્યક્તિ" તરીકે વર્ણવ્યું હતું. હવે કોર્ટે જોની ડેપની તરફેણમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ત્યારબાદ હવે જોની ડેપને તેની ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડ દ્વારા $15 મિલિયનની મોટી રકમ ચૂકવવામાં આવશે. મહત્વનું છે કે, વર્જિનિયામાં ફેરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં બુધવારે બપોરે ચુકાદો આપવામાં આવ્યો હતો. હર્ડે દાવો કર્યો હતો કે ડેપે તેમના લગ્ન પહેલા અને પછી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યુરીએ હર્ડનો પક્ષ સાંભળ્યો અને કહ્યું કે, ડેપના વકીલે તેને બદનામ કરી છે અને તેના દુવ્યવહારના આરોપોને છેતરપિંડી ગણાવી છે. 
Advertisement

વળી આ કેસમાં જ્યુરીએ શોધી કાઢ્યું હતું કે, હર્ડે ડેપને બદનામ કર્યા હતા અને અખબારમાં પ્રકાશિત તેની ઓપ-એડ ઘરેલું હિંસાના શિકાર હોવાના કારણે તે દુર્ભાવનાપૂર્ણ હતું. કોર્ટે કહ્યું, ડેપને $15 મિલિયનનું કુલ વળતર આપવાનો આદેશ આપ્યો છે. જ્યુરીએ એવો પણ આદેશ આપ્યો કે, એમ્બરને $2 મિલિયન મળવા જોઈએ કારણ કે ડેપના વકીલ દ્વારા તેણીના દુરુપયોગના આરોપોને છેતરપિંડી ગણાવીને તેણીને બદનામ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીવી પર લાઈવ પ્રસારિત થતી આ ટ્રાયલ બુધવારે પૂરી થઈ હતી.
Tags :
Advertisement

.