Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તિસ્તા સેતલવાડ અને શ્રી કુમાર જામીન અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

આજે  કોર્ટમાં તિસ્તા સેતલવાડ અને શ્રી કુમાર જામીન અરજી પર  સરકાર, તિસ્તા અને શ્રી કુમાર ત્રણે પક્ષે રજૂઆતો  થઇ હતી. કોર્ટે ત્રણેય પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. આગામી  મંગળવાર અથવા બુધવારે કોર્ટ આ મુદ્દે  ચુકાદો આપી શકે છે. તિસ્તા સેત્તલવાડ મૂદ્દે સરકારની કોર્ટમાં રજુઆત કરી હતી કે  આરોપીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકારને બદનામ કરી છે. સાથે જ સુપ્રીમ કોર્ટ તેમજ  સેશàª
03:05 PM Jul 21, 2022 IST | Vipul Pandya
આજે  કોર્ટમાં તિસ્તા સેતલવાડ અને શ્રી કુમાર જામીન અરજી પર  સરકાર, તિસ્તા અને શ્રી કુમાર ત્રણે પક્ષે રજૂઆતો  થઇ હતી. કોર્ટે ત્રણેય પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. આગામી  મંગળવાર અથવા બુધવારે કોર્ટ આ મુદ્દે  ચુકાદો આપી શકે છે. 
તિસ્તા સેત્તલવાડ મૂદ્દે સરકારની કોર્ટમાં રજુઆત કરી હતી કે  આરોપીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકારને બદનામ કરી છે. સાથે જ સુપ્રીમ કોર્ટ તેમજ  સેશનસ કોર્ટમાં પણ ખોટી એફિડેવિટ રજૂ કરી છે. સાથે જ સરકાર વિરોધી એફિડેવિટ અંગ્રેજીમાં બનાવી રાહત કેમ્પના મુસ્લિમને છેતર્યા હતા. સરકાર વિરોધી એફિડેવિટ હોવાનો મુસ્લિમ સાક્ષીઓને પણ ખફા રખાયા હતા. સાથે આરોપીએ ખોટા સાક્ષીઓ ઉભા કરી સરકાર વિરુદ્ધ ષડયંત્ર કર્યું હતું . સાથે જ આ કેસમાં સાક્ષીઓની જુબાની ખોટી રીતે એફિડેવિટમાં દર્શાવી હોવાનો પણ ખુલાસો થયો હતો. સરકાર વિરુદ્ધ ખોટી એફિડેવિટ તીસ્તા સેતલવાડે કરી સરકારને બદનામ કરી છે. 
બચાવપક્ષની કોર્ટમાં રજુઆત કરતાં બચાવ પક્ષના વકીલે કહ્યું કે આ જામીન અરજી પર સુનવણી છે તો અન્ય કેસ સાંકળવાની  જરૂર નથી સાથે જ આ કેસને લગતા scના જૂના જજમેન્ટ રજૂ કરવાની કોઈ જરૂર નથી. આવા અનેક જજમેન્ટ બચાવપક્ષ પણ રજૂ કરી શકે છે . પરંતુ હાલની સ્થિતિ જામીન અરજી પર છે તો જામીન અરજી પર જ રહે
રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રી કુમાર સામેના પ્રાથમિક પુરાવા કોર્ટના રેકોર્ડ પર મૂક્યા હતા. સાથે જ આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે તેવી રજૂઆત કરી હતી.  સાથે જ સરકાર પક્ષે કહેવાયું કે હાલ કેસની તપાસ ચાલી રહી છે, સાથે જ તપાસ નાજુક તબક્કે છે અને આરોપીઓ વગદાર તેમજ કેસની તપાસને અસર પાડી શકે તેવા છે તેવા સંજોગોમાં જામીન ન આપવા જોઈએ.  આ સાથે જ આરોપીઓ રાજકીય પક્ષ સાથેનું  સાંઠગાંઠ ધરાવે છે. અને અન્ય બાબતો પણ જામીન અરજીના વિરોધમાં કરવામાં આવ્યો હતો. 
તીસ્તા સેતલવાડે પોતે સ્ત્રી હોવાથી જામીન આપવાની માંગણી કરી હતી જોકે સરકારે આ રજૂઆતનો પણ વિરોધ કર્યો હતો. પોતાની પર ખોટો કેસ થયો હોવાની તીસ્તા અને આર.બી. શ્રી કુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. જોકે કોર્ટે આ મુદ્દે આજે સુનાવણી પૂર્ણ થયા બાદ  જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જે આગામી મંગળવાર અથવા બુધવારે સેશન્સ કોર્ટ આ મુદ્દે ચુકાદો આપી શકે છે. 
Tags :
andShriKumar'sBailapplicationCourtReservedjudgmentGujaratFirstonTeestaSetalvadSessionCourtTistaSetalvad
Next Article