ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતને અચાનક ખળભળાટ મચાવતો મોરબી કાંડમાં (Morbi Tragedy)તમામ આરોપીના જામીન કોર્ટ (Court)દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં FSLનો રિપોર્ટ આવ્યાના બીજા દિવસે જ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.ઓરેવા કંપનીના મેનેજર સહિત કુલ 8 આરોપીઓના જામીન નામંજૂરકેસની સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના મેનેજર સહિતના 8 આરોપીઓના જામીન કોર્ટે ફગાવà«
ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતને અચાનક ખળભળાટ મચાવતો મોરબી કાંડમાં (Morbi Tragedy)તમામ આરોપીના જામીન કોર્ટ (Court)દ્વારા નામંજૂર કરી દેવામાં આવ્યા છે. મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં FSLનો રિપોર્ટ આવ્યાના બીજા દિવસે જ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ઓરેવા કંપનીના મેનેજર સહિત કુલ 8 આરોપીઓના જામીન નામંજૂર
કેસની સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના મેનેજર સહિતના 8 આરોપીઓના જામીન કોર્ટે ફગાવ્યા હતા. 135 લોકોનાં ભોગ લેનારા આ મોરબીકાંડમાં કોર્ટ પહેલાથી જ આકરા પગલા ઉઠાવી રહી છે. સરકાર પર ઢાંકપીછોડાના આરોપો લાગી રહ્યા છે. આ મુદ્દે રાજનીતિ પણ ભરપુર થઇ રહી છે.
ઓરેવા ગ્રુપના માલિક વિરુદ્ધ લોકોમાં રોષ
મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં ઝડપાયેલા મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોની જામીન કોર્ટે ફગાવ્યા હતા. હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પુર્ણ થઇ જતા તમામને જેલ મોકલી આપવામાં આવશે.
ખૂંખાર કેદીઓના સહારે ભાજપ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠકમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જગદીશ ઠાકોરે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે ભાજપ જેલમાં ખૂંખાર કેદીઓ સાથે બેઠક કરી રહ્યો છે. ખૂંખાર કેદીઓના સહારે ભાજપ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યો છે. જેલમાં કેદી સાથે ભાજપ મીટિંગ કરે છે. ચૂંટણી જીતવા માટે ભાજપ કેદીઓને પેરોલ પર છોડે છે.
બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ જંગી જાહેર સભાને સંબોધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા આહવાન કર્યું હતું.
આપણ વાંચો - નકલી PSI બની લોકોના ઘરમાં જઈ ચા પાણી નાસ્તો કરી ખંખેરતો હતો રૂપિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.