Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુરિયર સર્વિસમાં આ પ્રકારના બદલાવ જરૂરી છે

એક જમાનામાં ટપાલી ઘરે આવીને પત્ર નાખી જતા હતા અને આપણે પત્ર કોઈકને મોકલવો હોય તો લખીને પોસ્ટ ઓફિસે નિયત કરેલા તેમના ડબલામાં કે પછી પોસ્ટ ઓફિસે જઈને આપવાનો રહેતો હતો. આજે પરિવર્તનના જે અનેક નવા સ્વરૂપો સંચાર પદ્ધતિમાં આપણને જોવા મળે છે એમાં લખાતા પત્રોની સ્થાને આપણા સ્માર્ટફોનને લઈ લીધું  છે. જ્યારે સંદેશાઓ આમંત્રણ પત્રો કે પુસ્તકો મોકલવા કે મેળવવા માટે કુરિયર સર્વિસ વધુને વધુ
07:23 AM May 11, 2022 IST | Vipul Pandya
એક જમાનામાં ટપાલી ઘરે આવીને પત્ર નાખી જતા હતા અને આપણે પત્ર કોઈકને મોકલવો હોય તો લખીને પોસ્ટ ઓફિસે નિયત કરેલા તેમના ડબલામાં કે પછી પોસ્ટ ઓફિસે જઈને આપવાનો રહેતો હતો. આજે પરિવર્તનના જે અનેક નવા સ્વરૂપો સંચાર પદ્ધતિમાં આપણને જોવા મળે છે એમાં લખાતા પત્રોની સ્થાને આપણા સ્માર્ટફોનને લઈ લીધું  છે. જ્યારે સંદેશાઓ આમંત્રણ પત્રો કે પુસ્તકો મોકલવા કે મેળવવા માટે કુરિયર સર્વિસ વધુને વધુ ઉપયોગમાં લેવાવા લાગી છે.
કુરિયર સર્વિસ ઝડપી છે મોટેભાગે વિશ્વાસપાત્ર પણ છે.  એકવાર કુરિયર કર્યા પછી નિર્ધારિત સમયમાં એ ગંતવ્ય સ્થાને પહોંચી જશે એવી આપણી શ્રદ્ધા હોય છે. હવે કુરિયર સર્વિસ સાથે જોડાયેલા બે મુદ્દાઓની વાત કરીએ તો પહેલો મુદ્દો એ તે મોટેભાગે કુરિયર સર્વિસ ચલાવનારા લોકો એટલે કે તેની કંપની ઘણી વખત મોટેભાગે નિવૃત્ત થયેલા અથવા તો વયસ્ક પુરુષોને પોતાને ત્યાં રાખે છે. આ મોટી ઉંમરના લોકોપાસે ભર બપોરે કુરિયર સર્વિસ પહોંચાડવા માટેના કામો કરાવે છે. આજકાલ વાત કરીએ તો ધોમ ધખતા તાપમાં આપણે ઘરે કુરિયર આપવા બપોરના એક બે કે ત્રણની વચ્ચે કોઈ વયસ્ક, વૃધ્ધ  કુરિયર મેન બારણું ખખડાવે ત્યારે આપણને બે મૂંઝવણ થાય છે પહેલી મૂંઝવણ તો એ સમયે એવો હોય છે કે જ્યારે કોઈ પણ આપણું બારણું ખખડાવે તે સામાન્ય રીતે આપણને ગમતું હોતું નથી. બીજું બારણું ખોલી ત્યારે કુરિયર તરીકે પરસેવાથી રેબઝેબ કોઈ  નાગરિકને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એક પ્રકારની સામાજિક શરમ પણ આવે અને આપણા સમાજની આ સ્થિતિ ઉપર ગુસ્સો પણ આવે. 
બીજુ કેટલી  કુરિયર કંપનીના કુરિયર બોય, યુવા વયના પણ હોઈ શકે અને તેઓ જ્યારે ખરે બપોરે સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં મહિલાઓ એકલી હોય તેવા સમયે કુરિયર સર્વિસ માટે બારણું ખખડાવે તો તે પણ બંને પક્ષે અનુચિત સમયનો લેવડ-દેવડનો પ્રસંગો કર્યો એવું ગણાય.
કોઇપણ  ઋતુ હોય - કુરિયર ડિલિવર કરવાનો સમય સવાર કે સાંજનો પસંદ કરીને બપોરના 12 થી ૩માં કોઈપણ કુરિયર મેન કુરિયર ડિલિવર કરવા ન જઈ શકે એવી આચાર સંહિતા કુરિયર કંપનીએ પોતે પણ અને જરૂર પડે તો કાયદાકીય જોગવાઈથી થવી જોઈએ.  કારણકે કુરિયર સર્વિસ આવશ્યક છે પણ આપણા સામાજિક દુષણમાં એને કારણે કોઈપણ પ્રકારની દખલ કે વાતાવરણ પૂરું પાડવાની તક સર્જાય એવું આપણે જોતા જાણતા હોઈએ તોપણ એને ચાલવા દઈએ તો આપણે આપણો નાગરિક ધર્મ મૂકીએ છીએ અને વ્યવસ્થા તંત્ર પણ આવી બધી બાબતોમાં આંખ આડા કાન કરે છે એવું  લોકોને લાગે.
ખૂબ આશીર્વાદની ગણતરીથી કુરિયર સર્વિસની સરાહના સાથે કુરિયર મેનની ગંતવ્ય સ્થાને ડિલિવરી કરવાનો સમય નક્કી થાય એ એકમાત્ર આજની ચર્ચાનું કારણ છે. જેને કુરિયર કંપનીઓએ પણ અને કુરિયર સર્વિસ સાથે જોડાયેલા માણસોએ પણ હકારાત્મક રીતે લેવું પડશે. 
Tags :
courierserviceGujaratFirstPostOfficeupgrades
Next Article