Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશની સૌથી ભરોસેમંદ ઓટો કંપનીએ તેની કારની કિંમતમાં કર્યો વધારો

જો તમે કાર ખરીદવા માગો છો તે પહેલા ધ્યાન રાખજો, કારણ કે હવે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)ની કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે. MSI એ તમામ મોડલની કિંમતોમાં સરેરાશ 1.3 ટકાનો વધારો કર્યો છે.ભારતમાં સૌથી પોપ્યુલર અને ભરોસામંદ ઓટો કંપની એટલે મારુતિ સુઝુકી, જેની કાર લોકો મોટી સંખ્યામાં ખરીદે  છે. મારુતિની કાર સામાન્ય નાગરિકને સસ્તી અને ઝીરો મેઇન્ટેનન્સ સાથે મળી જતી હોય
દેશની સૌથી ભરોસેમંદ ઓટો કંપનીએ તેની કારની કિંમતમાં કર્યો વધારો
જો તમે કાર ખરીદવા માગો છો તે પહેલા ધ્યાન રાખજો, કારણ કે હવે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI)ની કાર ખરીદવી મોંઘી થઈ ગઈ છે. MSI એ તમામ મોડલની કિંમતોમાં સરેરાશ 1.3 ટકાનો વધારો કર્યો છે.
ભારતમાં સૌથી પોપ્યુલર અને ભરોસામંદ ઓટો કંપની એટલે મારુતિ સુઝુકી, જેની કાર લોકો મોટી સંખ્યામાં ખરીદે  છે. મારુતિની કાર સામાન્ય નાગરિકને સસ્તી અને ઝીરો મેઇન્ટેનન્સ સાથે મળી જતી હોય છે, જેના કારણે તેના ગ્રાહકોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જોકે, હવે આ કંપનીની કારની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કંપનીએ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ વાહનોની ઉત્પાદન કિંમતમાં વધારો કર્યો છે. મારુતિએ આ મહિને 06 એપ્રિલ 2022ના રોજ વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ટાટ મોટર્સ પણ તેના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5 ટકા સુધીનો વધારો કર્યો છે. 
મારુતિ સુઝુકીએ તેની સૌથી સસ્તી હેચબેક મારુતિ સુઝુકી ઓલ્ટોને મોંઘી કરી છે. મારુતિએ તેની ઓલ્ટો 8,000 રૂપિયા મોંઘી કરી છે. એટલું જ નહીં, મારુતિએ તેની ઓલ્ટોના 3 વેરિઅન્ટનું વેચાણ બંધ કરી દીધું છે. આ પહેલા ઓલ્ટોની શરૂઆતી કિંમત 3.25 લાખ રૂપિયા હતી. પરંતુ, હવે STD અને LXI વેરિઅન્ટ બંધ થવાથી અને વધેલી કિંમતો સાથે, મારુતિ સુઝુકી ઓલ્ટોની પ્રારંભિક દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 4.08 લાખ રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મારુતિ પહેલા તેની ઓલ્ટોના 7 વેરિઅન્ટ વેચતી હતી. તેમાં STD, LXI, LXI (O), VXI, VXI+, LXI CNG અને LXI (O) CNGનો સમાવેશ થાય છે. પરંતુ, હવે કંપની તેના માત્ર 4 વેરિઅન્ટ્સ વેચી રહી છે. તેમાં LXI(O), VXI, VXI+ અને LXI(O) CNGનો સમાવેશ થાય છે.
અગાઉ, 01 એપ્રિલ, 2022 થી, ટોયોટા, મર્સિડીઝ, ઓડી સહિત ઘણી ઓટો કંપનીઓએ તેમની કારની કિંમતોમાં વધારો કર્યો છે. આમાં ટોયોટા કિર્લોસ્કર મોટરે તેના તમામ ઉત્પાદનોની કિંમતોમાં 4 ટકા સુધીનો વધારો કર્યો છે. વળી, BMW અને Audiની કાર 3.5 ટકા મોંઘી થઈ ગઈ છે. આ સિવાય મર્સિડીઝે કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કર્યો છે. આ તમામ કંપનીઓએ ઉત્પાદન ખર્ચ વધ્યા બાદ ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. 
ઉલ્લેખનીય છે કે, કારની કિંમતમાં આ વધારો સ્ટીલ, એલ્યુમિનિયમ, પેલેડિયમ વગેરે જેવી મોટી કોમોડિટીઝની કિંમતોમાં સતત વધારાનું પરિણામ છે. મહિન્દ્રાએ જણાવ્યું હતું કે કંપનીએ અસરને શોષવા માટે કોમોડિટીના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારાને આંશિક રીતે સરભર કરવા માટે જરૂરી પહેલ કરી છે. કંપનીનું કહેવું છે કે, વધેલી કિંમતોની માત્ર થોડી ટકાવારી ગ્રાહકોને આપવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.