Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હજીરા ખાતે દેશનો સૌ પ્રથમ સ્ટીલ લેયરનો રોડ કરાયો તૈયાર

સુરતના હજીરા ખાતે દેશનો સૌ પ્રથમ સ્ટીલ લેયરનો રોડ તૈયારી કરી લેવામાં આવ્યો છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર છે, અહીં રોજ 1200થી વધુ હેવી ટ્રકની અવર-જવર હોય છે ત્યાં આ રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હજીરા સ્થિત સ્ટીલ કંપનીથી પોર્ટ સુધી જવાના માર્ગને સ્ટીલથી બનાવવામાં આવ્યો છે. હજીરા ખાતે અતિભારે વાહનોની અવર-જવર રહેતી હોવાથી મજબૂત રોજની ખૂબ જરૂર હતી. આજ કારણ છે કે અહીં દેશનો સૌ પ્રથમ સ્
હજીરા ખાતે દેશનો સૌ પ્રથમ સ્ટીલ લેયરનો રોડ કરાયો તૈયાર
સુરતના હજીરા ખાતે દેશનો સૌ પ્રથમ સ્ટીલ લેયરનો રોડ તૈયારી કરી લેવામાં આવ્યો છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર છે, અહીં રોજ 1200થી વધુ હેવી ટ્રકની અવર-જવર હોય છે ત્યાં આ રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હજીરા સ્થિત સ્ટીલ કંપનીથી પોર્ટ સુધી જવાના માર્ગને સ્ટીલથી બનાવવામાં આવ્યો છે. 
હજીરા ખાતે અતિભારે વાહનોની અવર-જવર રહેતી હોવાથી મજબૂત રોજની ખૂબ જરૂર હતી. આજ કારણ છે કે અહીં દેશનો સૌ પ્રથમ સ્ટીલ લેયરનો રોડ તૈયાર કરાયો છે. અહી 100 ટકા પ્રોસેસ સ્ટીલનો ઉપયોગ કરીને રોડ બનાવવામાં આવ્યો છે. વળી આ રોડની જાડાઇ સામાન્ય રોડ કરતા 30 ટકા ઓછી હોવાનું સામે આવી રહ્યું છે. અહીં આ રોડ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ગાઇડલાઇન મુજબ બનાવવામાં આવ્યો છે. વળી જો આ રોડની લંબાઇની વાત કરીએ તો, 1.2 કિમી લાંબો અને 6 લેનનો રોડ હાલમાં તૈયાર કરાયો છે. આવનારા વર્ષોમાં સમગ્ર દેશમાં આ ટેકનિકનો ઉપયોગ કરી રોડ બનાવાશે. 
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ જણાવ્યું હતું કે, આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યું છે. જે અંતર્ગત અમે સ્ટીલના રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમે CSRIની ગાઈડલાઈન મુજબ સુરત હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ (process electric arc furnace steel) તૈયાર કર્યું છે. તેને આ રોડ નિર્માણમાં સફળતાપૂર્વક વાપરવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.