Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનથી ભાવનગર પરત આવેલા આ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, નવા વેરિયન્ટથી સંક્રમિત હોવાની આશંકા

ચીનમાં (China)કોરોનાના વધતા જતાં કેસે સમગ્ર દુનિયામાં ફરી એકવાર દહેશત ઉભી કરી છે. ચીનમાં ઓમિક્રોન બીએફ.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 2 કેસ  નોંધાયો છે.ગુજરાતમાં નવા કોરોનાના વેરિયન્ટના કુલ 3 કેસ નોંધાયા બે દિવસ પહેલા  ભાવનગરમાં ચીનથી આવેલા એક યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગર મનપાએ યુવકનો રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન કર્યો છે.  તેà
ચીનથી ભાવનગર પરત આવેલા આ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ  નવા વેરિયન્ટથી સંક્રમિત હોવાની આશંકા
ચીનમાં (China)કોરોનાના વધતા જતાં કેસે સમગ્ર દુનિયામાં ફરી એકવાર દહેશત ઉભી કરી છે. ચીનમાં ઓમિક્રોન બીએફ.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 2 કેસ  નોંધાયો છે.
ગુજરાતમાં નવા કોરોનાના વેરિયન્ટના કુલ 3 કેસ નોંધાયા 
બે દિવસ પહેલા  ભાવનગરમાં ચીનથી આવેલા એક યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાવનગર મનપાએ યુવકનો રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવતા હોમ આઇસોલેશન કર્યો છે.  તેમજ પરિવારજનોને સતર્કતા રાખવા માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. તેમજ પોઝિટીવ યુવકના રિપોર્ટને BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. તેથી હવે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પોઝિટીવ યુવક કયા વેરિયન્ટનો ભોગ બનેલો છે. જોકે તંત્રએ સતકર્તા રાખતા શહેરમાં આજથી રોજના 500 ટેસ્ટ કરાવનું નક્કી કર્યું છે તેમજ 14 આરોગ્ય સેન્ટર ઉપર પણ રિપોર્ટ ચકાસવાની કામગીરી કરવામાં આવશે.
નવી લહેરનો સામનો કરવા માટે તંત્ર દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી  છે

દેશમાં ફરી એક વાર તંત્ર કોરોનાને લઇને સતર્ક થઈ ચૂક્યું છે. કેન્દ્રીય સ્તરે તેમજ રાજ્ય સ્તરે કોરોનાની નવી લહેરનો સામનો કરવા માટે તંત્ર દ્વારા ખાસ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સાથે જ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા એક વીડિયો કોન્ફરન્સ પણ આયોજિત કરવામાં આવી હતી. વીડ્યો કોન્ફરન્સમાં દેશની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના સંચાલકો સાથે મહત્વની બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. તેમજ જણાવવામાં આવ્યું હતું કે જાહેર સ્થળ ઉપર માસ્ક પહેરીને ફરવું તેમજ હાથ સ્વચ્છ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે. જે પ્રમાણેકોરોનામાં સાબુ અને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ રાખવાની સૂચના આપવામાં આવી હતી તેનું પાલન કરવા માટે જણાવ્યું છે.

Advertisement

કોરોનાના સંક્રમણને પગલે એક્શનમાં સરકાર

વિશ્વભરમાં કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. જેમાં કોરોના પર ભાર મુકાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના ગાઇડલાઈનમાં કોઈ ચૂક ન રહે તે માટે સુચના આપી. હવે વિદેશી પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર  ટેસ્ટિંગ થશે. આજ સાંજ સુધીમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. તો જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડલાઈનનું પાલન પણ ફરજીયાત બની શકે છે. હાલ દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે.અમદાવાદની તમામ હોસ્પિટલોમાં દવા સહિતની જરૂરી સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. કોરોના વોર્ડના અને 1200 બેડ બિલ્ડિંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સાથે જ હોસ્પિટલોમાં સ્ટાફ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.