Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ અધ્યક્ષની આજે ફરી થશે પૂછપરછ, EDએ મંગળવારે 6 કલાક સુધી કર્યા હતા સવાલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ની ફરી એકવાર પૂછપરછ કરશે. EDએ તેમને આજે એટલે કે, બુધવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ પહેલા મંગળવારે EDએ ​​બે રાઉન્ડમાં લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી.સોનિયા ગાંધીની ED સમક્ષ આ ત્રીજી વખત હાજરી હશે. સોનિયા ગાંધીની પહેલીવાર 21 જુલાઈએ બે કલાકથી વધુ સàª
કોંગ્રેસ અધ્યક્ષની આજે ફરી થશે પૂછપરછ  edએ મંગળવારે 6 કલાક સુધી કર્યા હતા સવાલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ની ફરી એકવાર પૂછપરછ કરશે. EDએ તેમને આજે એટલે કે, બુધવારે ફરી પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ પહેલા મંગળવારે EDએ ​​બે રાઉન્ડમાં લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી.
સોનિયા ગાંધીની ED સમક્ષ આ ત્રીજી વખત હાજરી હશે. સોનિયા ગાંધીની પહેલીવાર 21 જુલાઈએ બે કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ રાયબરેલીના લોકસભા સભ્યએ એજન્સીના 28 પ્રશ્નોના જવાબ આપ્યા. બીજી તરફ કોંગ્રેસ ફરી એકવાર સોનિયા ગાંધીના સવાલ સામે વિરોધ પ્રદર્શન કરશે. એક દિવસ પહેલા ધરણા પર બેઠેલા રાહુલ ગાંધીની પણ દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. આ સિવાય કોંગ્રેસના ઘણા નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. મંગળવારે સોનિયા ગાંધીની પૂછપરછ શરૂ થયા પછી વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગના વિરોધમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન પોલીસે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરી હતી.
Advertisement

આ પહેલા સોનિયા ગાંધી 21 જુલાઈના રોજ ED સમક્ષ હાજર થયા હતા. EDએ પહેલા દિવસે તેમની બે કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. ED યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે, જે નેશનલ હેરાલ્ડની માલિકી ધરાવે છે, જે કોંગ્રેસનું અખબાર છે. આ પહેલા EDના અધિકારીઓ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, જૂનના પહેલા સપ્તાહમાં સોનિયા ગાંધીની પૂછપરછ થવાની હતી, પરંતુ કોવિડ-19થી સંક્રમિત હોવાને કારણે પૂછપરછ 23 જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ કેન્દ્રીય એજન્સી પાસેથી ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો કારણ કે તેમને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમને ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની વિનંતી ED દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી સમન્સ જારી કરવામાં આવ્યું હતું.
વળી, કોંગ્રેસનું કહેવું છે કે તેણે તેના કર્મચારીઓને PF અને VRS સંબંધિત બાબતોમાં ચૂકવણી કરવામાં મદદ કરવા માટે AJLને 90.2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ, EDનું કહેવું છે કે આ ચૂકવણી રોકડ અથવા ચેકથી કઇ રીતે કરવામાં આવી હતી, તેના કોંગ્રેસ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
Tags :
Advertisement

.