Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામાન્ય નાગરિકને મળશે રાહત, LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો

આજે સામાન્ય નાગરિક મોંઘવારીની માર સહન કરી રહ્યો છે. ત્યારે આ મોંઘવારીથી લોકોને થોડી રાહત આપતા LPG સિલિન્ડરની કિંમતો શુક્રવાર, 1 જુલાઈના રોજ ઘટાડી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 1 જુલાઈએ ઈન્ડેન ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વળી આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમàª
સામાન્ય નાગરિકને મળશે રાહત  lpg સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો
આજે સામાન્ય નાગરિક મોંઘવારીની માર સહન કરી રહ્યો છે. ત્યારે આ મોંઘવારીથી લોકોને થોડી રાહત આપતા LPG સિલિન્ડરની કિંમતો શુક્રવાર, 1 જુલાઈના રોજ ઘટાડી દેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 1 જુલાઈએ ઈન્ડેન ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વળી આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ અને ચેન્નાઈમાં રૂ.187નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં આ ઘટાડો કર્યો છે. જ્યારે ઘરેલુ LPG સિલિન્ડર ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. 14.2 કિલોનું ઘરેલું સિલિન્ડર ન તો સસ્તું થયું છે કે ન મોંઘું. તે હજુ પણ 19 મેના રોજ સમાન દરે ઉપલબ્ધ છે. 
Advertisement

રાજધાની દિલ્હીમાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાના ઘટાડા બાદ નવો દર 2021 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા દિવસે 30 જૂન સુધી દિલ્હીમાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2219 રૂપિયા હતી. આર્થિક રાજધાની મુંબઈમાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાના ઘટાડા બાદ નવો દર 1981 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા દિવસે 30 જૂન સુધી મુંબઈમાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2171.50 રૂપિયા હતી. 
કોલકાતામાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાના ઘટાડા બાદ નવો દર 2140 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા દિવસે 30 જૂન સુધી કોલકાતામાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2322 રૂપિયા હતી. ચેન્નાઈમાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાના ઘટાડા બાદ નવો દર વધીને 2186 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા દિવસે 30 જૂન સુધી ચેન્નાઈમાં LPG કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2373 રૂપિયા હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જૂનમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ. 135નો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે મે મહિનામાં ઘરેલુ LPG સિલિન્ડરના ગ્રાહકોને બે વાર ફટકો પડ્યો હતો. ઘરેલું સિલિન્ડર (LPG સિલિન્ડરની કિંમત આજે) 7 મેના રોજ પ્રથમ વખત રૂ. 50 નો વધારો કરવામાં આવ્યો હતો અને 19 મેના રોજ પણ ઘરેલું LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.