Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમિતિ સર્વે કરશે બાદમાં નિર્ણય કરીશ, મને હજુ થોડો સમય આપો : નરેશ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમા છે. જેને લઇને અત્યારથી જ રાકિય માહોલ સર્જાયો છે. તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીો શરુ કરી દેવામાં આવી છે. આ સ્થિત વચ્ચે છેલ્લા થોડા સમયથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઇને સસ્પેન્સ સર્જાયું છે. લગભગ છેલ્લા બે મહિના જેટલા સમયથી આ અંગે વિવિધ અટકળો અને દાવાઓ થઇ રહ્યા છે. ગુજરાતના ત્રણેય મુખ્ય રાજકિય à
સમિતિ સર્વે કરશે બાદમાં નિર્ણય કરીશ  મને હજુ થોડો સમય આપો   નરેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમા છે. જેને લઇને અત્યારથી જ રાકિય માહોલ સર્જાયો છે. તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીો શરુ કરી દેવામાં આવી છે. આ સ્થિત વચ્ચે છેલ્લા થોડા સમયથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઇને સસ્પેન્સ સર્જાયું છે. લગભગ છેલ્લા બે મહિના જેટલા સમયથી આ અંગે વિવિધ અટકળો અને દાવાઓ થઇ રહ્યા છે. 
ગુજરાતના ત્રણેય મુખ્ય રાજકિય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા નરેશ પટેલને રાજનીતિમાં આવવા માટેનું આમંત્રણ અપાયું છે. ત્યારે આજે પોતાના રાજકારણમાં જોડાવાને લઇને નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથેની એક બેઠક પણ મળી હતી. આ બેઠક બાદ નરેશે પટેલે મીડિયાને સંબોધિત કર્યુ છે.
નરેશ પટેલની પ્રેસ કોનફરન્સ પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી નરેશભઇ બહાર હતા અને ફરી પાછા પ્રવાસે જઇ રહ્યા છે. નરેશભાઇને રાજકારણમાં પ્રવેશવું કે નહીં તે માટે અમારી સમિતિ સર્વે કરી રહી છે. આ સર્વે રાજ્યના દરેક જિલ્લામાં થઇ રહ્યો છે. સમાજનો અક મોટો વર્ગ ખાસ કરીને યુવાનોએવું ઇચ્છે છે કે નરેશભાઇ ખોડલધામમાંથી રાજીનામુ ના આપે. આ સિવાય સર્વેની અંદર સમાજના અગ્રણીઓ પાસે જઇને તેમના મત લઇ રહી છે. 
નરેશ પટેલે મીડિયાનવે સંબોધતા જણાવ્યું કે, ‘ખોડલધામનું નેટવર્ક છે તે જિલ્લા, તાલુકા અને ગામડાના સ્તરે સર્વે કરી રહ્યું છે. લોકોને આ અંગે પુછશે અને તેમનો અભિપ્રાય લેશે. આ લાંબી પ્રોસેસ છે. એપ્રિલના મધ્યમાં કે ત્રીજા અઠવાડિયામાં સર્વે પુરો થાય તેવી શક્યતા છે. ત્યારબાદ જ હું આ અંગે નિર્ણય લઇશ. મેં પહેલા 20થી 30 તારીખ વચ્ચેનો સમય આપ્યો હતો, પરંતુ હજુ સર્વે પુરો થયો નથી.’
‘બંધારણ મુજબ હું રાજકારણમાં પ્રવેશું તો રાજીનામુ આપવું પડે તેમાં બે મત નથી. અત્યારે સમાજના લોકો અને સોશિયલ મીડિયા પર યુવાનો એવું કહી રહ્યા છે કે નરેશભાઇ રાજકારણમાં જાય પરંતુ સમાજનું કામ અથવા તો ખોડલધામની ચેરમેનશીપ ના મુકે. માટે મને હજુ થોડો સમય આપો. કાલથી હું પાછો પ્રવાસમાં છું અને ગભગ શનિવારે પરત ફરીશ.’
નરેશ પટેલે કહ્યું કે તેમનો પરિવાર ઇચ્છે છે કે તેઓ રાજકારણમાં જોડાય. આ સિવાય તેમણ કહ્યું કે મારા પુત્ર શિવરાજને રાજકારણમાં જોડાવું હશે તો છુટ આપીશ. પ્રશાંત કિશોરને મળ્યા હોવાના સવાલ અંગે જવાબ આપતા કહ્યું કે હું પ્રશાંત કિશોરને મળ્યો હતો, તેમાં કોઇ બેમત નથી. ઘણા લાંબા સમય પહેલા હું તેમને મળ્યો હતો. તે પણ જુદા વિષય સાથે મળ્યો હતો. અમારો સંપર્ક ઘણો જુનો છે. 
Advertisement
Tags :
Advertisement

.