Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છત્તીસગઢના CMએ ભાજપને ફેંક્યો પડકાર - તેમને આ બહુ મોંઘુ પડશે

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સતત ત્રીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. રાહુલ ગાંધી મંગળવારે સવારે લગભગ 11.30 વાગ્યે ED સમક્ષ હાજર થયા હતા. પ્રથમ રાઉન્ડમાં લગભગ ચાર કલાકની પૂછપરછ બાદ તેઓ બહાર આવ્યા હતા. બીજા રાઉન્ડની પૂછપરછ માટે રાહુલ ફરી એક વખત સાંજે લગભગ 4.30 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા. તેઓ મોડી રાત્રે 11:43 વાગ્યે ED ઓફિસમાંથી બહાર આવ્યા હતા. EDએ બુધવાàª
છત્તીસગઢના cmએ ભાજપને ફેંક્યો પડકાર   તેમને આ બહુ મોંઘુ પડશે
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સતત ત્રીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. રાહુલ ગાંધી મંગળવારે સવારે લગભગ 11.30 વાગ્યે ED સમક્ષ હાજર થયા હતા. પ્રથમ રાઉન્ડમાં લગભગ ચાર કલાકની પૂછપરછ બાદ તેઓ બહાર આવ્યા હતા. બીજા રાઉન્ડની પૂછપરછ માટે રાહુલ ફરી એક વખત સાંજે લગભગ 4.30 વાગ્યે ED ઓફિસ પહોંચ્યા. તેઓ મોડી રાત્રે 11:43 વાગ્યે ED ઓફિસમાંથી બહાર આવ્યા હતા. EDએ બુધવારે ફરી તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. હવે આ મામલે કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. 
નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આજે ત્રીજા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરશે. અત્યાર સુધી તેમની 2 દિવસ પૂછપરછ કરવામાં આવી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની 21 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. આજે પણ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરોનો મેળાવડો છે. આજે પણ કોંગ્રેસના કાર્યકરો ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપને મોટો પડકાર આપ્યો છે. ભૂપેશ બઘેલે કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારા દેશના દરેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે અને તેથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ભૂપેશ બઘેલે કહ્યું કે, તેમનો (ભાજપ)નો રાષ્ટ્રવાદ આયાતી રાષ્ટ્રવાદ છે, અને તે રાષ્ટ્રવાદના વિરોધમાં જે પણ કોઇ હોય તેને દબાવીને કચડી નાખવો જોઈએ… આવું થાય છે. 
Advertisement

આ સાથે કોંગ્રેસ નેતાએ ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, તેમને આ બહુ મોંઘુ પડશે. તમે કાર્યકર્તા-નેતાને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છો. તમે કોઈને એક મર્યાદા સુધી દબાવી શકો છો, તેનાથી ઉપર નહીં. સમગ્ર દેશ આ ઘટનાને ખૂબ નજીકથી જોઈ રહ્યો છે. ભૂપેશ બઘેલે કહ્યું કે, આખા દેશમાં જે સ્થિતિ છે તે બધાની સામે છે. અમે ત્રણ દિવસ માટે દિલ્હીમાં છીએ અને પહેલા દિવસે 200 લોકોને મંજૂરી આપવામાં આવી હતી, ગઈકાલે કેટલાક નેતાઓને મંજૂરી આપવામાં આવી હતી અને આજે એ હદે છે કે અમે અમારા સ્ટાફને પણ લાવી શકતા નથી.
છત્તીસગઢના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમને કહેવામાં આવ્યું હતું કે માત્ર બે મુખ્યમંત્રી જ આવી શકે છે વધુ લોકો ન આવી શકે. અમે પાર્ટી ઓફિસ કેવી રીતે પહોંચ્યા... આવી સ્થિતિ અગાઉ બની ન હતી. આ સાથે તેમણે કહ્યું કે, પહેલીવાર કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા પોતાની પાર્ટીના કાર્યાલયમાં જઈ શકતા નથી અને આ સ્થિતિ કેમ સર્જાઈ છે... કારણ કે છેલ્લા 8 વર્ષથી દેશમાં જે થઈ રહ્યું છે, તે એક વ્યક્તિ સતત કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને તમામની સામે રાખી રહ્યો છે તે છે રાહુલ ગાંધી. 
Tags :
Advertisement

.