Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ શાળાના બાળકોએ આઝાદીના તે સમયને યાદ કરી હર ઘર તિરંગા અભિયાનને ટેકો આપ્યો

આજની પેઢી જ્યારે આઝાદીના 75 વર્ષ  ઉજવી રહી છે ત્યારે આ નવી પેઢીને તિરંગા વિશે ભાગ્યે જ ખબર હશે, તેથી  આજની પેઢીને દેશના રાષ્ટ્રધ્વજ વિશે માહિતગાર કરવા માટે સુરતના કતારગામની વી.એન. ગોધાણી અંગ્રેજી  શાળાના 1500થી વધુ વધુ વિદ્યાર્થીઓને આજે ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ આઝાદી ગોષ્ઠી પણ કરાઇ હતી. હાલમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત લોકો આ અભિયાનમાં જોડાઇને પà
આ શાળાના બાળકોએ આઝાદીના તે સમયને યાદ કરી હર ઘર તિરંગા અભિયાનને ટેકો આપ્યો
આજની પેઢી જ્યારે આઝાદીના 75 વર્ષ  ઉજવી રહી છે ત્યારે આ નવી પેઢીને તિરંગા વિશે ભાગ્યે જ ખબર હશે, તેથી  આજની પેઢીને દેશના રાષ્ટ્રધ્વજ વિશે માહિતગાર કરવા માટે સુરતના કતારગામની વી.એન. ગોધાણી અંગ્રેજી  શાળાના 1500થી વધુ વધુ વિદ્યાર્થીઓને આજે ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ આઝાદી ગોષ્ઠી પણ કરાઇ હતી. હાલમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત લોકો આ અભિયાનમાં જોડાઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ઘર ઘર તિરંગા' અભિયાનને ટેકો આપી રહ્યાં છે. સાથે જ દેશના ખૂણે ખૂણેથી લોકો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. દેશ હાલમાં તિરંગા સાથે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે. 
આજની પેઢી જ્યારે આઝાદીના 75 વર્ષ  ઉજવી રહી છે ત્યારે આજની પેઢીને તિરંગા વિશે ભાગ્યે જ ખબર હશે, તેથી  આજની પેઢીને દેશના રાષ્ટ્રધ્વજ વિશે માહિતગાર કરવા માટે સુરતના કતારગામની વી.એન. ગોધાણી અંગ્રેજી  શાળાના 1500થી વધુ વધુ વિદ્યાર્થીઓને આજે ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ બાળકો સાથે આજથી 75 વર્ષ પહેલાં આઝાડી શબ્દ સાથે દેશ પ્રેમના શું રંગો હતા. આપણા દેશના વિવિધ રાષ્ટ્ર ધ્વજ આ પહેલા બનેલા રાષ્ટ્ર ધ્વજ તેના રંગો તેની વિશેષતા અંગે વાત કરવામાં આવી હતી. સાથે જ શાળાના બાળકોના મનમાં તિરંગા યાત્રા સંબંધિત કોઇ સવાલ હોય તો તે અંગે પણ ચર્ચા વિમર્શ કરીને દરેક ઘરે તિરંગો ફરકાવવા અંગે પ્રેરણા આપવમાં આવી હતી. 
હર ઘર તિરંગા અભિયાન અંગે શાળાના આચાર્ય  ભાવેશભાઇ લાઠિયા અને આચાર્ય દિવ્યા બહેને જણાવ્યું કે અમારી શાળામાં બાળકોને ન માત્ર પ્રતિકાત્મક તિરંગા યાત્રા નીકાળીને પરંતુ તેમને તિરંગાના મહત્વ સાથે દેશભક્તિ રાષ્ટ્રભક્તિ સાથે આઝાદીનું મહત્ત્વ શું છે તે વિશ પણ શિક્ષકો દ્વારા માહિતગાર કરાયા હતા. અમે આ સિવાય તમામ કરન્ટ અફેર્સથી બાળકોને માહિતગાર રાખીએ છીએ. તેમજ વિદ્યાર્થીઓના મનમાં જો કોઇ પ્રશ્ન હોય તો તેનો પણ શિક્ષકો ઉત્તર આપે છે. ન માત્ર પુસ્તકીયું જ્ઞાન પણ જ્ઞાન સાથે ગોષ્ઠિ કરી તેમને માહિતગાર પણ રાખવામાં આવે છે. 
હાલમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત લોકો આ અભિયાનમાં જોડાઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ઘર ઘર તિરંગા' અભિયાનને ટેકો આપી રહ્યાં છે. સાથે જ દેશના ખૂણે ખૂણેથી લોકો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે. દેશ હાલમાં તિરંગા સાથે રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું છે.
Advertisement
Tags :
Advertisement

.