Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને આપ્યું લક્ષ્ય, 100 દિવસમાં કરો આ કામ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તમામ મંત્રીને કામગીરીપ્રથમ 100 દિવસની કામગીરીનું મંત્રીઓને અપાયું લક્ષ્યનવી યોજના,હયાત યોજનાઓના અમલીકરણ પર ભારવિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે મંત્રીઓને કામગીરીની તાકીદવિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલધારાસભ્યોને શપથ લેવડાવશે પ્રોટેમ સ્પીકરગુજરાત (Gujarat)માં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની નવી સરકાર સત્તારૂઢ થઇ ગઇ છે અને નવા મંત્રીમંડળે શપથ પણ લ
06:11 AM Dec 14, 2022 IST | Vipul Pandya
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તમામ મંત્રીને કામગીરી
  • પ્રથમ 100 દિવસની કામગીરીનું મંત્રીઓને અપાયું લક્ષ્ય
  • નવી યોજના,હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર
  • વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે મંત્રીઓને કામગીરીની તાકીદ
  • વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ
  • ધારાસભ્યોને શપથ લેવડાવશે પ્રોટેમ સ્પીકર
ગુજરાત (Gujarat)માં ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની નવી સરકાર સત્તારૂઢ થઇ ગઇ છે અને નવા મંત્રીમંડળે શપથ પણ લઇ પોતાની કામગિરી શરુ કરી દીધી છે ત્યારે મુથ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના 100 દિવસમાં નવી યોજનાઓ તથા હયાત યોજનાના અમલીકરણ પર ભાર મુકવા લક્ષ્ય આપ્યું છે. બીજી તરફ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલની વરણી કરાઇ છે. 
પ્રજાનો ભરોસો અતૂટ
ગુજરાતમાં 156 બેઠકો સાથેની પ્રચંડ અને ભવ્ય જીત સાથે ભાજપની ભૂપેન્દ્ર સરકાર સત્તાના સિંહાસન પર બિરાજી ચુકી છે ત્યારે લોકોની અપેક્ષા પૂર્ણ કરવી હવે તેટલી જ જરુરી બની ગઇ છે. ગુજરાતની જનતાએ ફરી એક વાર ભાજપ પર અતૂટ ભરોસો મુક્યો છે જેથી  સરકાર માટે પ્રજાલક્ષી કાર્યો કરીને લોકોની અપેક્ષા પુરી કરવી પડશે. 
મંત્રીઓને આપ્યું લક્ષ્ય
લોકોની અપેક્ષા પુરી કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સરકારનું નવુ લક્ષ્ય છે જેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે. તમામ મંત્રીઓને પોતાના વિભાગના પ્રથમ 100 દિવસની કામગીરીનું લક્ષ્ય અપાયું છે.  
યોજનાના અમલીકરણ પર ભાર
પ્રથમ 100 દિવસમાં મંત્રીઓને પોતાના વિભાગમાં નવી યોજનાઓ અને  હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર મુકવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે અને  વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે પણ જે તે મંત્રી ને વિભાગમાં કામગીરી શરૂ કરવા તાકીદ કરી છે. 
યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર 
બીજી તરફ વડોદરાની માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલને નવા પ્રોટેમ સ્પીકર બનાવાયા છે.  પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરાઇ છે. યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે અને કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ તેઓ જ  હાથ ધરશે. 
આ પણ વાંચો--રાજ્ય સરકારના આ મંત્રી મુલાકાતે આવેલા લોકોએ આપેલો પુષ્પગુચ્છ નથી સ્વિકારતા, જાણો કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhupendraPatelBhupendraPatelGovernmentChiefMinisterGujaratGujaratFirst
Next Article