કેન્દ્ર સરકારે ઇપીએફ પર વ્યાજદર ઘટાડ્યો, 8.5 ટકાની જગ્યાએ હવે આટલા ટકા વ્યાજ મળશે
નોકરીયાત વર્ગ માટે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે તેમને એક મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના જમા ઇપીએફ પર વ્યાજદર ઘટાડવાને મંજૂરી આપી છે. જેની સાથે જ આ વ્યાજદર ચાર દશકમાં સૌથી તળીયે પહોંચ્યો છે. સરકારે વર્ષ 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માટે 8.1 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. જેનાથી લગભગ સાડા છ કરોડ લોકોને અસર થશે.ઇપીએફઓ ઓફિસ દ્વારા આ વાતની જાણકારી આપવામાં àª
03:40 PM Jun 03, 2022 IST
|
Vipul Pandya
નોકરીયાત વર્ગ માટે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે તેમને એક મોટો ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના જમા ઇપીએફ પર વ્યાજદર ઘટાડવાને મંજૂરી આપી છે. જેની સાથે જ આ વ્યાજદર ચાર દશકમાં સૌથી તળીયે પહોંચ્યો છે. સરકારે વર્ષ 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માટે 8.1 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે. જેનાથી લગભગ સાડા છ કરોડ લોકોને અસર થશે.
ઇપીએફઓ ઓફિસ દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ પહેલા માર્ચ મહિનાની શરૂઆતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નાણાકીય વર્ષ 2021-22 માટે ભવિષ્ય ઇપીએફ પરના વ્યાજ દરને 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએફ પર વ્યાજ દર ઓછો છે, માટે ડિસેમ્બર પહેલા જમા થઇ શકે છે. હાલમાં પીએફ પર 43 વર્ષમાં સૌથી ઓછું વ્યાજ મળી રહ્યું છે. હવે નાણા મંત્રાલયની મંજૂરી પછી, EPFO સભ્યોના પીએફ ખાતામાં ગમે ત્યારે વ્યાજ જમા થઈ શકશે.
શ્રમ અને રોજગાર મંત્રાલયએ માહિતી આપી
શુક્રવારે જાહેર કરાયેલા EPFO કાર્યાલયના આદેશ પ્રમાણે શ્રમ અને રોજગાર મંત્રાલયે EPF યોજનાના દરેક સભ્યને 2021-22 માટે 8.1 ટકા વ્યાજ આપવા માટેની કેન્દ્ર સરકારની મંજૂરી વિશે માહિતી આપી છે. શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને સંમતિ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારની મંજૂરી બાદ હવે EPFO કર્મચારીઓના ખાતામાં ગત નાણાકીય વર્ષ માટે નિશ્ચિત વ્યાજ દર જમા કરવાનું શરૂ કરશે.
1977-78ના વર્ષ બાદ વ્યાજ દર સૌથી નીચો
અત્યારે PF પર વ્યાજ દર ઘણા દાયકાના સૌથી નીચા સ્તર પર છે. EPFOએ 2021-22 માટે PFનો વ્યાજ દર 8.1 ટકા નક્કી કર્યો છે. 1977-78ના વર્ષ બાદ પીએફ પરનો આ સૌથી નીચો વ્યાજ દર છે. 1977-78ના વર્ષમાં તે 8 ટકા હતો. આ પહેલા 2020-21ના વર્ષમાં પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ મળતું હતું. નાણાકીય વર્ષ 2020-21 (FY21)માં PFના વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી. તેના એક વર્ષ પહેલા 2019-20માં આ વ્યાજ દર 8.65 ટકાથી ઘટાડીને 8.5 ટકા કરવામાં આવ્યો હતો.
તમારું પીએફ બેલેન્સ કઇ રીતે ચેક કરશો?
- EPFOની વેબસાઈટ પર જાઓ.
- ત્યાં Our Servicesના ડ્રોપડાઉનમાંથી For Employees પસંદ કરો.
- ત્યારબાદ Member Passbook પર ક્લિક કરો.
- હવે UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.
- PF Account પસંદ કરો, જેને ખોલતા જ તમને બેલેન્સ દેખાશે.
આ સિવાય SMS દ્વારા બેલેન્સ ચેક કરવા માટે, 'EPFOHO UAN ENG' લખીને 7738299899 પર મેસેજ મોકલો. તમને જવાબમાં બેલેન્સની માહિતી મળશે. આ સિવાય ઉમંગ એપ પરથી પીએફ બેલેન્સ પણ ચેક કરી શકાય છે.
Next Article