Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા પર અશ્લીલતા ફેલાવવાનો કેસ ચાલ્યો, કોર્ટ બહાર નીકળીને તે ફરી ટોપલેસ થઇ!

સામાન્ય રીતે જોઇએ તો વિરોધ કરવો એ દરેક માાણસનો મૌલિક અધિકાર છે. જો કે વિરોધની પણ એક મર્યાદા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ લોકો અને પ્રશાસનનું ધ્યાન ખેંચવા માટે વિરોધ માટે અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે વિરોધ કરનાર વ્યક્તિ ઘણી વખત મુશ્કેલીમાં ફસાય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયામાં 2020ની અંદર એક મહિલાએ જાહેર સ્થળ
મહિલા પર અશ્લીલતા ફેલાવવાનો કેસ ચાલ્યો  કોર્ટ બહાર નીકળીને તે ફરી ટોપલેસ થઇ
સામાન્ય રીતે જોઇએ તો વિરોધ કરવો એ દરેક માાણસનો મૌલિક અધિકાર છે. જો કે વિરોધની પણ એક મર્યાદા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે જેઓ લોકો અને પ્રશાસનનું ધ્યાન ખેંચવા માટે વિરોધ માટે અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે વિરોધ કરનાર વ્યક્તિ ઘણી વખત મુશ્કેલીમાં ફસાય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયામાં 2020ની અંદર એક મહિલાએ જાહેર સ્થળ પર ટોપલેસ થઇને પ્રદર્શન કર્યુ હતું. જેના કારણે તેના પર અશ્લીલતા કેસ કરવામાં આવ્યો હતો અને તે કેસની કોર્ટમાં સુનવણી હતી. સુનવણી બાદ તે મહિલા ફરી વખતે કોર્ટ બહાર ટોપલેસ થઇ હતી.
જે અપરાધ માટે તમારા પર કેસ ચાલતો હોય, તે જ અપરાધ જો કોઇ વ્યક્તિ જાણી જોઇને બીજી વખત કરે તો શું થાય? આ મહિલાએ પણ કંઇક એવું જ કર્યુ છે. આ મહિલાનું નામ તાશ પીટરસન છે અને તેની ઉંમર 28 વર્ષ છે. તે એક વેગન એક્ટિવિસ્ટ છે. જેના પર ચાલતા કેસની સુનાવણી પછી તરત જ મહિલા ફરી એકવાર ટોપલેસ થઈ ગઈ અને કોર્ટની બહાર વિરોધ કર્યો. તેની સાથે બીજી સ્ત્રી અને એક પુરુષ પણ હતા. આ ત્રણેયની ઓળખ પ્રાણીઓના અધિકાર માટે લડતા કાર્યકર્તા તરીકે થઇ છે.
મીડિયા અહેવાલ પ્રમાણે આ ઘટના ઓસ્ટ્રેલિયાની પર્થ મેજિસ્ટ્રેટ કોર્ટ બહાર મંગળવારે બની છે. મહિલાએ કહ્યું 'હું ડેરી ઉદ્યોગ વિશે સાચું બોલવાનો પ્રયાસ કરી રહી છું, ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રાણીઓ તેમના બાળકો માટે રડી રહ્યા છે. તેમના રડવાનો અવાજ સાંભળવો જોઈએ.  પીટરસન સાથે અન્ય એક મહિલાએ પણ મંગળવારે ટોપલેસ થઇને વિરોધ કર્યો હતો. મહિલાના હાથમાં એક સાઈન બોર્ડ હતું, જેમાં લખ્યું હતું કે 'ખોરાક માટે પ્રાણીઓને મારવા એ અનૈતિક છે'.


2020માં પણ પ્રદર્શન કર્યુ હતું
ડિસેમ્બર 2020માં પર્થના બોટશેડ માર્કેટમાં પણ તાશ પીટરસને શરીર પર સફેદ અને કાળો રંગ લગાવીને પ્રદર્શન કર્યુ હતું. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જે પુરી થયા બાદ ફરી એકવાર તે કોર્ટની બહાર આવી અને ફરીથી તેવું જ કર્યું. જ્યારે તેણે પર્થમાં વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે એક સ્ટોરમાં ઉભા રહીને પીટરસને વેપારીઓ પર રાડો નાંખી હતી. ત્યાર બાદ તેણે એક પોસ્ટર પકડ્યું હતું, જેમાં લખ્યું હતું - 'ગાય સાથે ખોટું થઈ રહ્યું છે જેથી મનુષ્ય તેમનું દૂધ પી શકે.' તેના હાથમાં બીજું સાઈન બોર્ડ પણ હતું, જેના પર લખ્યું હતું કે 'તેમણે મારા પર બળાત્કાર કર્યો અને મારા બાળકોની ચોરી કરી જેથી તમે મારું માંસ ખાઈ શકો.'

કોર્ટની અંદર શું થયું?
કોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રદર્શનકાારીઓએ તેમના બચાવમાં કહ્યું કે તેમણે તેમના શરીર પરની ક્રિએટિવિટી બતાવી જેથી લોકોનું ધ્યાન પ્રાણીઓના હિત સાથે જોડાયેલી વસ્તુઓ તરફ આકર્ષિત કરી શકાય. આ સાથે જ CCTV ફૂટેજ અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ કોર્ટની અંદર બતાવવામાં આવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.