Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાનની ધુંઆધાર ઈનિંગ, અણનમ 143 રન ફટકાર્યાં

ભારતીય મહિલા ક્રિકેટ (Indian Women's Cricket) ટીમે ઈંગ્લેન્ડ(England)ના બોલરને નાકે દમ લાવી દીધો હતો. કેન્ટરબરીના સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વનડેમાં કેપ્ટન હરમનપ્રીત કૌર (Captain Harmanpreet Kaur)નો રંગ જ જુદો હતો. હરમનીપ્રીતે 111 બોલમાં 18 ફોર અને ચાર સિક્સની મદદથી અણનમ 143 રન કર્યાં હતા.  ભારતીય કેપ્ટન હરમનપ્રીન કૌરે ફટકારી પાંચમી વનડે સદીકેપ્ટન હરમનપ્રીત કૌર (Captain Harmanpreet Kaur)ની અણનમ સદીને સહારે ભારતે યજમાનો àª
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાનની ધુંઆધાર ઈનિંગ  અણનમ 143 રન ફટકાર્યાં
Advertisement

ભારતીય મહિલા ક્રિકેટ (Indian Women's Cricket) ટીમે ઈંગ્લેન્ડ(England)ના બોલરને નાકે દમ લાવી દીધો હતો. કેન્ટરબરીના સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વનડેમાં કેપ્ટન હરમનપ્રીત કૌર (Captain Harmanpreet Kaur)નો રંગ જ જુદો હતો. હરમનીપ્રીતે 111 બોલમાં 18 ફોર અને ચાર સિક્સની મદદથી અણનમ 143 રન કર્યાં હતા. 

ભારતીય કેપ્ટન હરમનપ્રીન કૌરે ફટકારી પાંચમી વનડે સદી
કેપ્ટન હરમનપ્રીત કૌર (Captain Harmanpreet Kaur)ની અણનમ સદીને સહારે ભારતે યજમાનો સામે 334 રનનો ટાર્ગેટ મૂક્યો. કૌરે 111 બોલમાં 18 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 143 રન બનાવ્યા હતા. તેમના સિવાય હરલીન દેઓલે 58 રનની ઇનિંગ રમી હતી. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. વન ડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો આ બીજો સૌથી મોટો સ્કોર છે.

Advertisement


Advertisement


મંધાનાએ વન ડેમાં પણ 3000 રન પુરા 
ઈંગ્લેન્ડની કેપ્ટન (England Captain )એમી જોન્સે (Amy Jones) ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. યુવા બેટ્સમેન શફાલી વર્મા સતત બીજી મેચમાં નિષ્ફળ રહી હતી. તે માત્ર 8 રન બનાવી કેટ ક્રોસની બોલિંગમાં બોલ્ડ થઇ હતી. સ્મ્રિતિ મંધાના અને વિકેટકિપર યસ્તિકા ભાટિયાએ બીજી વિકેટમાં 54 રન જોડયા હતા. ભાટિયાએ 26 રન બનાવ્યા હતા અને ચાર્લી ડીનના બોલ પર તેને કેચ આઉટ કરાવ્યો હતો. પ્રથમ મેચમાં 91 રનની શાનદાર ઇનિંગ રમનાર સ્મૃતિ મંધાનાએ 40 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની ઈનિંગ દરમિયાન મંધાનાએ વન ડેમાં પણ 3000 રન પુરા કર્યા હતા.

Tags :
Advertisement

.