દરિયાની વચ્ચે ધગધગતી આગથી લોકોની ચિંતા વધી, જુઓ આ video
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સમુદ્રની વચ્ચે સપાટી પર ભડકતી આગ દુનિયાના લોકોમાં ડર પેદા કરી રહી છે, જાણીને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં સમુદ્રની સપાટી પર તેજસ્વી નારંગી જ્વાળાઓ દર્શાવતો આ વીડિયો મેક્સિકોના અખાતનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં સમુદ્રની મધ્યમાં સપાટી પર પાણીની અંદરની પાઇપલાઇનમાંથી ગેસ લીક થયા બાદ આગ જોવા મળી રહી છે.
આ વીડિયો ગત વર્ષનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તેજસ્વી નારંગી જ્વાળાઓ જોવા મળી રહી છે.જે પીગળેલા લાવા જેવી પાણીમાંથી બહાર નીકળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાર બોટ આ આગ ઓલવવા માટે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના એક ઓફશોર પ્લેટફોર્મ કોમ્પ્લેક્સ સાથે સંબંધિત છે જે ગયા વર્ષે બની હતી, જ્યાં પાણીની અંદરની તેલની પાઇપલાઇન તૂટ્યા બાદ આ ઘટના બની હતી. મેક્સિકોની સરકારી માલિકીની Pemex પેટ્રોલ કંપની Pemex અનુસાર ભારે વરસાદ સાથે વીજળીના તોફાનને કારણે કેટલાક પાઇપલાઇન સાધનોને અસર થઈ હતી. જેના કારણે આગ લાગી હતી.