23 ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત ,35 દિવસના સત્ર દરમ્યાન કુલ 27 બેઠકો મળશે
- 23 ફેબ્રઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર- 29 માર્ચ સુધી ચાલશે વિધાનસભાનું બજેટ સત્ર આગામી 23 ફેબ્રઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર મળશે જે 29 માર્ચ સુધી ચાલશે, એટલેકે 35 દિવસ ગુજરાત સરકારનું બજેટ સત્ર ચાલશે. જોકે આ વખતે બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં તમામ શનિવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય નવા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ખાતે àª
- 23 ફેબ્રઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર
- 29 માર્ચ સુધી ચાલશે વિધાનસભાનું બજેટ સત્ર
આગામી 23 ફેબ્રઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર મળશે જે 29 માર્ચ સુધી ચાલશે, એટલેકે 35 દિવસ ગુજરાત સરકારનું બજેટ સત્ર ચાલશે. જોકે આ વખતે બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં તમામ શનિવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય નવા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ખાતે મળનાર આ બજેટ સત્ર સરકાર અને કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને રાહતો બજેટ સત્રમાં જાહેર કરવામાં આવશે અને મહત્વના વિધેયકો લાવવામાં આવશે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પેપર લીક , મોઘવારી , રોજગારી અને ખેડૂતોના પ્રશ્ને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અલગ અલગ વિભાગોએ પણ નાણાં મંત્રાલય ને નવી બાબતો અને નવી યોજનાઓ ની નાણાંકીય જોગવાઈઓ પણ આપી દીધી છે.
- 35 દિવસના બજેટ સત્રમાં 27 બેઠકો થશે
- પહેલા અને ત્રીજા શનિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે
ગુજરાત સરકારનું બજેટ સત્ર મળવાને આડે હવે માત્ર ત્રણ દિવસનો સમય બાકી છે ત્યારે સરકારે વિવિધ વિભાગોની બજેટ લક્ષી સમીક્ષાઓ પણ લગભગ પૂરી કરી દીધી છે. જોકે આ વખતે 35 દિવસ સુધી ચલાનારા આ બજેટ સત્રમાં કામકાજ માટે 27 બેઠક મળશે ઉપરાંત લાંબા સમય બાદ આ વખતે બે શનિવારે પણ ગૃહ મળશે
- 24મી ફેબ્રુઆરીએ ગૃહમાં બજેટ રજુ કરાશે
- નાણામંત્રી કનુભાઇ દેસાઇ ગૃહમાં બજેટ રજુ કરશે
સત્રના પ્રથમ દિવસે એટલેકે 23 ફેબ્રઆરીએ રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ શોક દર્શક ઉલ્લેખ હશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે 24મી ફેબ્રુઆરીએ વર્ષ 2023-2024 નું બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં બજેટ રજૂ કરશે. જોકે તેના બીજા દિવસે બે દિવસ રજા હોવાના કારણે ગૃહ મળશે નહી. જ્યારે 27 અને 28 ફેબ્રઆરી એ બે બેઠકો મળશે જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ લેવામાં આવશે અને ત્યારબાદ વિધાનસભા ગૃહ સીધુ 1 માર્ચના રોજ મળશે જે 4 માર્ચના શનિવાર સુધી સળંગ મળશે.
- છઠ્ઠી અને સાતમી માર્ચ ગૃહની કામગીરી માટેની બેઠકો મળશે
- 8મી માર્ચે ધૂળેટી નિમિતે રજા રહેશે
ઉલ્લેખનીય એ છે કે સળંગ મળી રહેલા વિધાનસભા ગૃહમાં પૂરક માગણીઓ ઉપરની ચર્ચા અને મતદાન ઉપરાંત બિનસરકારી વિધેયકોની કામગીરી હાથ પર લેવામાં આવશે જ્યારે પાંચ માર્ચ એટલે કે રવિવારના રોજ રજા રાખવામાં આવશે જ્યારે છઠ્ઠી માર્ચ અને સાતમી માર્ચે (હોળી પર્વ માં) ગૃહની કામગીરી માટેની બેઠકો મળશે જેમાં બજેટ પરની સામાન્ય ચર્ચા અને પૂરક વિનિયોગ વિધેયક અંગે ગૃહમાં બેઠક મળશે. જ્યારે 8 માર્ચે ધુળેટી ની જાહેર રજા રહેશે.
- 10 થી 12 માર્ચ વિવિધ વિભાગોની માગણીઓ પર ચર્ચા અને મતદાન
- 28 અને 29 માર્ચના રોજ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન
ઉલ્લેખનીય છે કે આ વખતે 7મીએ હોળીના દિવસે બે બેઠકો અને બુધવારે ધૂળેટીની રજા, હોવાથી ધારાસભ્યોની લાગણી-માગણીને ધ્યાને રાખી રજામાં ફેરફારની શક્યતા પણ સેવાઈ રહી છે.ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ બાબતે છઠ્ઠી માર્ચના રોજ પોતાનો આખરી નિર્ણય વિધાનસભા ગૃહમાં જાહેર કરી શકે છે. જ્યારે 10 માર્ચથી 12 દિવસ માટે વિવિધ વિભાગોની માગણીઓ પર ચર્ચા અને મતદાન યોજાશે. જ્યારે 28 અને 29 માર્ચના રોજ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત 29 મીએ છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. આપને જણાવી દઇએ કે ગૃહમાં આ વખતે 4 અને 18 માર્ચ એમ બે શનિવાર કામકાજ માટે મળશે. અગાઉ પણ ગૃહ શનિવારે કામકાજ માટે મળ્યું હતું. આ વખતે 27 બેઠકોમાં માત્ર 7 માર્ચના રોજ એટલે કે હોળીના દિવસે ગૃહની બે બેઠકો એક જ દિવસે મળશે. આ સિવાય તમામ દિવસોએ ગૃહની 1-1 બેઠક યોજાશે.
- ગરીબો,મહિલાઓ,વિદ્યાર્થીઓ માટે યોજનાઓ જાહેર થઇ શકે છે
- સરકાર માટે આવકના નવા સ્ત્રોત તરીકે કેટલાક ચાાર્જીસ લાગી શકે છે
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ગૃહનું એક દિવસનું ટૂંકું સત્ર મળ્યું હતું અને એમાં ઇમ્પેક્ટ ફીના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપતું વિધેયક પણ પસાર કરાયું હતું.ત્યારે હવે આગામી 23 મી ફેબ્રુઆરીના રોજ મળી રહેલા આ બજેટ સત્રમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું અંદાજપત્ર નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે.જેમાં લોકસભા 2024 ની ચૂંટણી પૂર્વેના અંદાજપત્રમાં નાણાંમંત્રી કેન્દ્રીય અંદાજપત્રની જેમ એસસી, એસટી, ઓબીસી, ખેડૂતો, ગરીબો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરવા સાથે સરકારની તમામ વિભાગોમાં ખાલી જગા ભરવાની ઘોષણા કરી શકે છે. આ બજેટમાં ભાજપ સરકાર આવકના નવા સ્ત્રોત તરીકે કેટલાક ચાાર્જીસ પણ સૂચવી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement