Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરવ ગાંગુલીને બ્રિટિશ સંસદે કર્યા સન્માનિત

BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી માટે બુધવારનો દિવસ ખાસ રહ્યો હતો. આ દિવસે બ્રિટિશ સંસદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વિશે ખાસ વાત કરતા કહ્યું, 'બ્રિટિશ સંસદ દ્વારા મને બંગાળી તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમણે છ મહિના પહેલા મારો સંપર્ક કર્યો હતો. તે દર વર્ષે આ એવોર્ડ આપે છે અને આ વખતે તેમણે તà«
સૌરવ ગાંગુલીને બ્રિટિશ સંસદે કર્યા સન્માનિત
BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી માટે બુધવારનો દિવસ ખાસ રહ્યો હતો. આ દિવસે બ્રિટિશ સંસદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વિશે ખાસ વાત કરતા કહ્યું, "બ્રિટિશ સંસદ દ્વારા મને બંગાળી તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમણે છ મહિના પહેલા મારો સંપર્ક કર્યો હતો. તે દર વર્ષે આ એવોર્ડ આપે છે અને આ વખતે તેમણે તેના માટે મને પસંદ કર્યો છે."
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મને બ્રિટિશ સંસદ દ્વારા બંગાળી તરીકે સન્માનિત કરવામાં આવ્યો છે, તેથી તે સારું છે. આ કાર્યક્રમ સંસદમાં હતો. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેણે આજથી લગભગ છ મહિના પહેલા મારો સંપર્ક કર્યો હતો. તેઓ દર વર્ષે આ એવોર્ડ આપે છે અને આ વખતે તેમણે તેના માટે મને પસંદ કર્યો છે. ખાસ વાત એ છે કે, ભારતીય ક્રિકેટના દિગ્ગજ એવા પૂર્વ કેપ્ટનનું એ જ દિવસે સન્માન કરવામાં આવ્યું હતું, જે દિવસે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ નેટવેસ્ટ સિરીઝની ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચ આજથી લગભગ 20 વર્ષ પહેલા રમાઈ હતી, પરંતુ તેની યાદો આજે પણ ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં તાજી છે. 
Advertisement

ખાસ વાત એ છે કે સૌરવ ગાંગુલીને એ જ શહેરમાં સન્માનિત કરવામાં આવ્યો છે જ્યાં નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ વિશે વાત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હા મેં તેને ઈન્સ્ટાગ્રામ પર જોઈ હતી. ઘણો સમય થઈ ગયો છે ને? 20 વર્ષ પહેલા. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડને હરાવવું શાનદાર ક્ષણથી વધુ સારું શું હોઇ શકે. અત્યારે ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી શ્રેણી વિશે વાત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે, વર્તમાન ટીમ ઈંગ્લેન્ડમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે. ભારતે ઈંગ્લેન્ડથી T20 શ્રેણી જીતી લીધી છે અને પ્રથમ મેચ જીતીને વનડે શ્રેણીમાં લીડ મેળવી લીધી છે.
Tags :
Advertisement

.