Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલર રન દોડતા સમયે વચ્ચે આવે છે, બોલો ટક્કર મારી દઉં? : પંત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શોર્ટ ફોર્મેટ T20મા ટીમ ઈન્ડિયા સતત સારું પ્રદર્શન કરી રહી છે. શનિવારે ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરતા જીત પોતાના નામે કરી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-0ની લીડ પણ મેળવી લીધી છે. આ પહેલા શનિવારે ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટ
બોલર રન દોડતા સમયે વચ્ચે આવે છે  બોલો ટક્કર મારી દઉં    પંત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના શોર્ટ ફોર્મેટ T20મા ટીમ ઈન્ડિયા સતત સારું પ્રદર્શન કરી રહી છે. શનિવારે ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરતા જીત પોતાના નામે કરી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સીરીઝમાં 2-0ની લીડ પણ મેળવી લીધી છે. આ પહેલા શનિવારે ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. 
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં હિટમેનની ટીમ અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી અને રિષભ પંત રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 49 રનની તોફાની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. આ દરમિયાન પહેલી જ ઓવરમાં એક ફની ઘટના પણ જોવા મળી હતી. ડેવિડ વિલી ભારતીય ઇનિંગની પ્રથમ ઓવર કરી રહ્યો હતો અને આ ઓવરના ત્રીજા બોલ પર પંતે મિડ ઓન તરફ રમીને સિંગલ લીધો હતો પરંતુ આ દરમિયાન ડેવિડ વિલી પંતના રસ્તામાં આવી ગયો હતો અને બંને વચ્ચે ટક્કર થતા રહી ગઇ હતી. આ દરમિયાન પંતે કેપ્ટન રોહિતને ફરિયાદ કરી હતી. રિષભ પંતે રોહિત શર્માને કહ્યું કે, “સામે આવી રહ્યો છે. ટક્કર મારી દઉં?" જ્યારે પંતે આવું પૂછ્યું ત્યારે રોહિત શર્માએ મજાકમાં કહ્યું, માર દે ઔર ક્યા. જે બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 
જો મેચની વાત કરીએ તો શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ ભારતે એક પછી એક વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું હતું. પંતે ઓપનિંગ કરતી વખતે 15 બોલમાં 26 રન બનાવ્યા હતા અને તેના બેટથી 4 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. વળી, રોહિત આ મેચમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો, તેણે ફરી એકવાર ટીમને ઝડપી શરૂઆત અપાવી અને 20 બોલમાં 31 રન બનાવ્યા. મેચમાં સારી શરૂઆત કર્યા બાદ રોહિત પર જવાબદારી હતી કે તે ક્રીઝ પર 10 ઓવર સુધી ટકી રહે અને તાબડતોડ બેટિંગ કરે પરંતુ તે એકવાર ફરી સારી શરૂઆતને 50 કે તેથી વધુ રનમાં ફેરવી શક્યો નહીં. જોકે, સારી વાત એ છે કે તે સંપૂર્ણ ટચમાં જોવા મળ્યો હતો જેનો અર્થ છે કે મોટી ઇનિંગ્સ વધુ દૂર નથી.
Advertisement
Tags :
Advertisement

.