બોલિવુડના આ અભિનેતાને રિયલ લાઇફમાં ચોરી કરવા પર માતાએ મારી હતી થપ્પડ
500થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આટલા સંઘર્ષ પછી, તે ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતા તરીકે પોતાનું નામ બનાવવામાં સફળ થયા છે. અનુપમ ખેરે એકવાર ઘર માંથી પૈસા ચોરી લીધા હતા. જ્યારે તેને ખબર પડી ત્યારે તેમની માતાએ તેમને થપ્પડ મારી હતી. અનુપમ ખેરે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી છે. અનુપમ ખેરે પંજાબ
Advertisement
500થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આટલા સંઘર્ષ પછી, તે ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતા તરીકે પોતાનું નામ બનાવવામાં સફળ થયા છે. અનુપમ ખેરે એકવાર ઘર માંથી પૈસા ચોરી લીધા હતા. જ્યારે તેને ખબર પડી ત્યારે તેમની માતાએ તેમને થપ્પડ મારી હતી. અનુપમ ખેરે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી છે. અનુપમ ખેરે પંજાબ યુનિવર્સિટીમાં ઓડિશન આપવા માટે આ પૈસાની ચોરી કરી હતી. તેમણે કહ્યું કે, તે ઘરમાં પૈસા માંગવાની હિંમત ન કરી શક્યાં. એટલું જ નહીં, પૈસાની ચોરી થયા બાદ અનુપમના પરિવારજનોએ પોલીસને ફોન કર્યો હતો. જો કે તે સમયે અનુપમે પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં જ્યારે તેના પિતાએ પૂછ્યું તો તેમણે સમગ્ર હકીકત જાણાવી હતી.
હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરાયાં હતાં
અનુપમ ખેર તે સમયે હિમાચલ પ્રદેશમાં કોલેજનો અભ્યાસ કરતા હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાં ઓડિશન માટે તેમના જ ઘરના મંદિરમાંથી 118 રૂપિયાની ચોરી કરી હતી. થોડો સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં તેમએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં અનુપમે કહ્યું હતું કે, હું રમતગમતમાં સારું પ્રરદર્શન કરતો હતો. સાથે જ્યારે હું સરકારી કોલેજ શિમલામાં ભણતો હતો, તે સમયે મને હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીનો શ્રેષ્ઠ અભિનેતા પણ જાહેર કરવામાં આવ્યો હતો.
માતા-પિતાએ પોલીસને બોલાવી
મેં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં એડમિશન લીધું હતું, તે સમયે મેં પંજાબ યુનિવર્સિટીના ભારતીય રંગભૂમિ વિભાગની એક જાહેરાત જોઈ હતી જ્યાં વિદ્યાર્થીઓના ઓડિશન થતાં હતાં અને પસંદગી પામેલા વિદ્યાર્થીઓને રૂ. 200 ની સ્કોલરશિપનું આપવાનું પણ કહેવાયું હતું. મારી માતા-પિતા પાસે પૈસા માંગવાની મારી હિંમત નહોતી. તેથી મેં મારા ઘરના મારી માતાના મંદિરમાં મૂકેલા 118 રૂપિયાની ચોરી હતી. જયારે હું ઘરે આવ્યો ત્યારે પોલીસ ઘરે આવી હતી. જ્યારે હું સાંજે ઘરે પાછો આવ્યો તો જાણવા મળ્યું કે મારા માતા-પિતાએ પોલીસને બોલાવી હતી. મારી માતાએ પૂછ્યું કે શું તેં પૈસા લીધા છે. મેં સ્પષ્ટ ના પાડી. એક અઠવાડિયા પછી મારા પિતાએ મને ફોન કર્યો અને પૂછ્યું, તે દિવસે તું ક્યાં ગયો હતો? મેં તેમને બધી સચ્ચાઇ કહી હતી. આ જાણીને મારી માતાએ મને જોરથી થપ્પડ મારી. મારા પિતાએ કહ્યું - ચિંતા ન કરો, તેને 200 રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે. તમારા 100 રૂપિયા પરત કરશે. આ રીતે મારી માતને મારા નાટકમાં પ્રવેશ વિશે ખબર પડી.
આ રીતે પ્રથમ મુલાકાત થઈ
અનુપમ ખેર આજે તેમનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. બોલિવૂડના એવરગ્રીન કપલ તરીકે જાણીતા અનુપમ ખેર અને કિરણ ખેરની વાર્તા કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી.બંનેની પહેલી મુલાકાત ચંદીગઢમાં થઈ હતી, જ્યાં બંને ચંદીગઢ થિયેટર ગ્રુપનો ભાગ હતા. અનુપમ ખેર અને કિરણ વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી, બંને એકબીજા સાથે સુખ-દુઃખ શેર કરતા હતા. અનુપમ અને કિરણ અલગ-અલગ નાટકોના કારણે એક બીજા સાથે બહાર જવાનું થતું હતું, જેના કારણે તેઓ ઘણા સારા મિત્રો બની ગયા હતા. પરંતુ તેઓ જાણતા ન હતા કે તેમની મિત્રતા એક દિવસ પ્રેમમાં બદલાશે. કિરણ અને અનુપમ ખેર એકબીજાના પ્રેમમાં પડ્યા તે પહેલાં બંન્નેના પહેલા લગ્ન થઇ ચૂક્યા હતા. અનુપમે 1979માં અરેન્જ મેરેજ કર્યા હતા પરંતુ તેઓ આ સંબંધમાં ખુશ ન હતા. કિરણના લગ્ન 1980માં મુંબઈ સ્થિત બિઝનેસમેન ગૌતમ બેરી સાથે થયા હતાં, જે માત્ર પાંચ વર્ષ ચાલ્યા હતાં. આ લગ્નથી કિરણને એક પુત્ર પણ થયો, જેનું નામ સિકંદર છે.
અન્ય લગ્નની જેમ તેમના લગ્નમાં પણ ઉતાર-ચઢાવ આવ્યાં
અન્ય લગ્નની જેમ તેમના લગ્નમાં પણ ઉતાર-ચઢાવ હતા. જ્યારે અનુપમ ખેર નિર્માતા બન્યા તો તેમણે ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો પાસેથી ઉધાર લીધું, જેના કારણે આર્થિક સમસ્યાઓ આવવા લાગી. આ સમયે કિરણ તેના પતિની તાકાત બની ગઈ અને તેણે બોલિવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું. આ દંપતીએ તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ બંનેએ ક્યારેય એકબીજાનો સાથ નથી છોડ્યો. કદાચ આને જ સાચો પ્રેમ કહેવાય. 500થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આટલા સંઘર્ષ પછી, તે ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતા તરીકે પોતાનું નામ બનાવવામાં સફળ થયા છે.
અનુપમ ખેરે 13 જેટલાં ફિલ્મ ફેર જીત્યાં
એક સફળ નિર્માતા ,અભિનેતા, દિગ્દર્શક તરીકે અનુપમ ખેરનું બોલિવુડ ઇન્ડ્સટ્રીમાં ખૂબ મોટું યોગદાન છે. 07 માર્ચ, 1955 શિમલા હિમાચલ પ્રદેશમાં જન્મેલા અનુપમ ખેરે 13 જેટલાં ફિલ્મ ફેર જીત્યાં છે .સાથે જ 2017 અને 2013 માં IIFA, તેમજ 2005 અને 1989 માં નેશનલ એવોર્ડ પણ મેળવ્યાં છે. શ્રેષ્ઠ અદાકારીની વાત કરીએ તો દરેક ફિલ્મો માં તે સ્ક્રીન પર છવાયેલા જ રહે છે ,પણ 1996ની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' હોય કે 1985ની 'સારાંશ'ના કોમિક રોલમાં તેમનો અભિનય કાબિલે દાદ છે. તેમની સફળ ફિલ્મોમાં ડર, ખેલ, ડેડી, બેબી,મૈને ગાંધી કો નહિ મારા,એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, અને રામ લખન છે. 2013માં તેમને આંતરરાષ્ટ્રીય સિનેમામાં ભારતીય અભિનેતા તરીકે ઉત્કૃષ્ટ યોગદાન આપાવા બદલ પણ નવાજવામાં આવ્યાં છે.