Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં 132 લોકો લઈને જઈ રહેલું વિમાન ક્રેશ, અનેક લોકોના મોતની આશંકા

ચીનમાં મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળી રહ્યા છે. ચીનના ગુઆંગસી વિસ્તારમાં સોમવારે 132 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું હતું. ચીનના સરકારી મીડિયા CGTNના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. બોઇંગ 737 વિમાનમાં 130 થી વધુ લોકો સવાર હતા અને તે ગુઆંગસી ક્ષેત્રમાં વુઝોઉ શહેરની બહારના ભાગમાં ક્રેશ થયું હતું.  કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાના કારણે પહાડ પર આગ લાગી હતી. અધિકારીઓએ ઘટનાસ્à
ચીનમાં 132 લોકો લઈને જઈ
રહેલું વિમાન ક્રેશ  અનેક લોકોના મોતની આશંકા

ચીનમાં મોટી
દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળી રહ્યા છે. ચી
નના ગુઆંગસી વિસ્તારમાં સોમવારે 132 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું હતું. ચીનના સરકારી મીડિયા CGTNના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. બોઇંગ 737 વિમાનમાં 130 થી વધુ લોકો સવાર હતા અને તે ગુઆંગસી
ક્ષેત્રમાં વુઝોઉ શહેરની બહારના ભાગમાં ક્રેશ થયું હતું
કહેવામાં આવી રહ્યું છે કે આ
દુર્ઘટનાના કારણે પહાડ પર આગ લાગી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે બચાવ ટીમ મોકલી છે.
રાહત કાર્ય ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે
. પરંતુ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિમાન દુર્ઘટનાનું
કારણ જાણવા માટે
બ્લેક બોક્સને
પુનઃપ્રાપ્ત કરવું જરૂરી છે
. જેની ઝડપથી શોધ કરવામાં આવી રહી છે. જે પ્લેન ક્રેશ થયું તે 6 વર્ષ જૂનું
હતું.

Advertisement


આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 1.11 વાગ્યે બની હતી. વિમાન 3,225 ફૂટની ઊંચાઈએ
ઉડી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. પ્લેન બપોરે
3.05 કલાકે લેન્ડ થવાનું હતું. એરલાઇન ઉદ્યોગ સલામતીના રેકોર્ડના
સંદર્ભમાં ચીન વિશ્વના ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. એવિએશન સેફ્ટી નેટવર્ક
અનુસાર
ચીનમાં છેલ્લી ભયાનક હવાઈ દુર્ઘટના 2010માં થઈ હતી, જ્યારે એમ્બ્રેર E-190 જેટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 44 લોકોના મોત થયા હતા. જ્યારે પ્લેનમાં 96 લોકો સવાર હતા.

Advertisement


વિમાનમાં કુલ 123 મુસાફરો સવાર હતા અને 9 ક્રૂ મેમ્બર હતા. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનએ અહેવાલ આપ્યો છે કે ચાઇના
ઇસ્ટર્ન એરલાઇન્સનું બોઇંગ
737 એરક્રાફ્ટ વુઝોઉ શહેરની નજીક સ્થિત
ટેંગક્સિયાંગ કાઉન્ટીમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતને કારણે પહાડ પર આગ ફાટી
નીકળી હતી. ગ્લોબલ ન્યૂઝના રિપોર્ટ અનુસાર
આ પ્લેન 2015માં આવ્યું હતું. આ પ્લેનમાં કુલ 162
સીટ છે. પરંતુ મુસાફરો થોડા ઓછા હતા. તેમાં બિઝનેસ ક્લાસની 12 સીટો હતી. જ્યારે ઈકોનોમી ક્લાસ માટે તેમાં 150 સીટો છે. હજુ સુધી મૃત્યુઆંક વિશે કોઈ માહિતી નથી.

Advertisement

Tags :
Advertisement

.