ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ,મૃતદેહ ભારત લવાશે

તુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસના કામ અર્થે તુર્કેઈ ગયા હતા. જે દરમિયાન ભૂકંપ આવતાં હોટલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેઓની લાશ મળી છે.મૃતદેહને ભારત લાવવાની તૈયારીદૂતાવાસે વàª
03:47 PM Feb 11, 2023 IST | Vipul Pandya
તુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસના કામ અર્થે તુર્કેઈ ગયા હતા. જે દરમિયાન ભૂકંપ આવતાં હોટલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જેઓની લાશ મળી છે.
મૃતદેહને ભારત લાવવાની તૈયારી
દૂતાવાસે વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જાણકારી આપી છે કે અમે જલદી તેનો મૃતદેહ પરિવાર સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરી રહ્યું છે. ભારતીય દૂતાવાસ અંકારાએ Tweet કરીને જણાવ્યું છે કે અમે દુખ સાથે સૂચિત કરી રહ્યાં છીએ કે 6 ફેબ્રુઆરીના  ભૂકંપ બાદ એક ભારતીય નાગરિક વિજયકુમારની લાશ મળી છે. માલટ્યાની એક હોટલના કાટમાળ નીચેથી મળેલી લાશોમાં એમની ઓળખ થઈ છે. તેઓ એક બિઝનેસ મીટિંગ માટે તુર્કી આવ્યા હતા. આ સિવાય બીજા એક Tweetમાં દૂતાવાસે લખ્યું છે કે, વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદનાઓ છે. અમે એમના પાર્થીવ દેહને જલદીથી એમના પરિવારજનો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યાં 
અત્યાર સુધી 26 હજાર લોકોના મૃત્યુ
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી મચી છે. બંને દેશોમાં મળીને મોતનો આંકડો 26 હજારને પાર થઈ ગયો છે. તુર્કીમાં તો એક ભારતીયનું મોત થયું છે. બંને દેશોમાં રાહત અને બચાવનું કામ જારી છે. રેસ્ક્યૂમાં લાગેલા બચાવકર્મીઓએ મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. બચાવકર્મીઓનોદાવો છે કે હજુ ઘણા લોકો ઇમારતના કાટમાળમાં દટાયેલા છે. તુર્કીના 10 પ્રાંતોમાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 10 હજાર ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જ્યારે એક લાખ ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. 

અનેકવાર આવ્યા ભૂકંપના ઝટકા
ઉલ્લેખનીય છે કે તુર્કીમાં એક બાદ એક અનેક ઝટકા આવ્યા છે. ભૂકંપનો પ્રથમ ઝટકો 6 ફેબ્રુઆરીની સવારે 4.17 કલાકે આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણી તુર્કીના ગાઝિયાંટેપ હતું. લોકો કંઈ સમજી શકે તે પહેલાં ભૂકંપનો બીજો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નીટ્યૂટ હતો. ત્યારબાદ ભરી 6.5ની તીવ્રતાનો ઝટકો આવ્યો હતો. ભૂકંપના આ ઝટકાએ માલાટયા, સનલીઉર્ફા, ઓસ્માનિએ અને દિયારબાકિર સહિત 11 પ્રાંતોમાં તબાહી મચાવી હતી. સાંજે 4 કલાકે ભૂકંપનો ચોથો ઝટકો આવ્યો હતો. ત્યારબાદ વધુ એક ઝટકો પણ આવ્યો હતો. 
ભારત ચલાવી રહ્યું છે ઓપરેશન દોસ્ત
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ઓપરેશન દોસ્તના હેશટેગ સાથે ટ્વીટ કર્યું. આ પ્રાકૃતિક આદપામાં અમે તુર્કિએ સાથે છીએ. ભારતની એનડીઆરએફ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત અભિયાન ચલાવી રહી છે. ટીમ IND-11 એ ગુરૂવારે ગાઝિયાંટેપના નૂરદાગીથી 6 વર્ષની બાળકીને સફળતાપૂર્વક બચાવી છે. કરવલે કહ્યું- "અમે અમારા બચાવકર્તાઓને તુર્કીના અત્યંત ઠંડા વાતાવરણમાં કામ કરવા માટે ખાસ શિયાળાના કપડાં પૂરા પાડ્યા છે. આ કપડાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને કેટલાક અન્ય લોકો પાસેથી ઉછીના લેવામાં આવ્યા છે.
આપણ  વાંચો- પાકિસ્તાનમાં મોંઘવારીનો 48 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, લોકોને ઘર ચલાવવું કઠિન બન્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
earthquakeGUjarat1stGujaratFirstIndianDeathsyriaearthquaketurkeyearthquake
Next Article