Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુપીના ગોંડામાં આસારામ આશ્રમમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો, જાણો શું થયું

હાલ જેલમાં બંધ રહેલા આસારામના ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત આશ્રમમાં કારમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઇ છે. આ બાળકીની ઉંમક 13થી 14 વર્ષની છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. કારમાંથી મૃતદેહ મળ્યો પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ગોંડા પાસેના વિમોર ગામ નજીક આસારામનો આશ્રમ આવેલો છે, જયાં અલ્ટો કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી 5 એપ્રિલથી લાપતા હતી.લàª
યુપીના ગોંડામાં આસારામ આશ્રમમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો  જાણો શું થયું
Advertisement
હાલ જેલમાં બંધ રહેલા આસારામના ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત આશ્રમમાં કારમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઇ છે. આ બાળકીની ઉંમક 13થી 14 વર્ષની છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે. 
કારમાંથી મૃતદેહ મળ્યો 
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ગોંડા પાસેના વિમોર ગામ નજીક આસારામનો આશ્રમ આવેલો છે, જયાં અલ્ટો કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી 5 એપ્રિલથી લાપતા હતી.લાપતા થયા બાદ તેનો મૃતદેહ  4 દિવસ પછી મળી આવ્યો હતો. કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ શરુ કરી હતી. 
ચોકીદારે જાણ કરી 
પોલીસે કહ્યું કે   આશ્રમમાં રહેલી કારમાંથી દુર્ગંધ આવતાં આશ્રમના ચોકીદારે કાર પાસે જઇને તપાસ કરી હતી અને કાર ખોલીને જોયું તો અંદર મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ માટે ફોરેન્સીક વિભાગની પણ મદદ લીધી છે. 
આસારામ અને નારાયણ સાંઇ જેલમાં બંધ 
ઉલ્લેખનિય છે કે દુષ્કર્મ કેસમાં આસારામ અને તેનો પુત્ર નારાયણ સાંઇ જેલમાં બંધ છે. આ મામલે આસારામ સામે ચાર્જશીટ પણ રજૂ કરાઇ છે. બીજી તરફ આસારામને 2013માં આશ્રમની જ યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા થઇ હતી. ત્યારથી આસારામ જોધપુર જેલમાં બંધ છે. 
નારાયણ સાંઇ સામે તાજેતરમાં ગુનો પણ નોંધાયો 
તાજેતરમાં જેલમાં રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઇએ જેલમાંથી બહાર નીકળવા માટે કોર્ટ સમક્ષ બોગસ દસ્તાવેજ રજૂ કર્યા હતા જેમાં તેની માતા બિમાર હોવાનું જણાવીને જામીન માંગ્યા હતા. હાઇકોર્ટે પોલીસને આ કાગળોની તપાસ કરવા જણાવતાં કાગળો બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી હાઇકોર્ટ દ્વારા આ મામલે અમદાવાદના સોલા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરાઇ હતી. 
Tags :
Advertisement

.

×