Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકાતામાં લટકેલી હાલતમાં મળી ભાજપના કાર્યકરની લાશ, અમિત શાહ પણ પહોંચ્યા

ઉત્તર કોલકાતામાં ભાજપના કાર્યકરની લાશ લટકેલી હાલતમાં મળતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ભાજપે હત્યાનો આરોપ લગાવ્યો છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે ત્યારે જ આ ઘટના બનતાં રાજકારણ ગરમ થઇ ગયું છે. અમિત શાહ પણ કાર્યકરના ઘેર પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળના ચિતપુરમાં ભાજપના કાર્યકરની લટકેલી હાલતમાં લાશ મળી છે. કાર્યકરનું નામ અર્જુન ચોરસીયા હોવાનું જાણવા મળ
કોલકાતામાં લટકેલી હાલતમાં મળી ભાજપના કાર્યકરની લાશ  અમિત શાહ પણ પહોંચ્યા
ઉત્તર કોલકાતામાં ભાજપના કાર્યકરની લાશ લટકેલી હાલતમાં મળતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ભાજપે હત્યાનો આરોપ લગાવ્યો છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે ત્યારે જ આ ઘટના બનતાં રાજકારણ ગરમ થઇ ગયું છે. અમિત શાહ પણ કાર્યકરના ઘેર પહોંચ્યા હતા. 
પશ્ચિમ બંગાળના ચિતપુરમાં ભાજપના કાર્યકરની લટકેલી હાલતમાં લાશ મળી છે. કાર્યકરનું નામ અર્જુન ચોરસીયા હોવાનું જાણવા મળે છે. ભાજપે હત્યાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર કોલકાતાના ભાજપના અધ્યક્ષ કલ્યાણ ચોબેનો દાવો છે કે ભાજપ યુવા માર્ચાના ઉપાધ્યક્ષ સક્રિય કાર્યકર્તાની લાશ સવારે લટકેલી હાલતમાં જોવા મળી હતી.  તે સ્વસ્થ હતા, અમે ગઇ કાલે રાત્રે તેમના નેતૃત્વમાં 200 બાઇક રેલી આયોજીત કરવાની યોજના બનાવી હતી પણ આજે સવારે તે મૃત હાલતમાં મળી આવ્યા હતા. 
વાસ્તવમાં આજે ગૃહમંત્રી અમિત શાહ કોલકાતાના પ્રવાસ પર જવાના હતા અને તે સમયે જ આ કિસ્સો બહાર આવતાં પોલીસ પણ હરકતમાં આવી હતી. જો કે પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાની આ પહેલી હત્યા નથી. આ પહેલા નવેમ્બરમાં મિદનાપુર જીલ્લામાં ભાજપના કાર્યકરની ઢોર માર મારી હત્યા કરાઇ હતી અને ત્યારબાદ સમીપ સંધુની હત્યા કરાઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.