Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ બનાવી શકે છે કેપ્ટન અમરિંદર સિંહને પોતાના ઉમેદવાર, આ નામોની પણ ચર્ચા

ભારતીય જનતા પાર્ટી (BJP) પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ કેપ્ટને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ, જે તેમણે બનાવી હતી, તે પણ ભગવા છાવણીમાં ભળવાની તૈયારી કરી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહે 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટà
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ બનાવી
શકે છે કેપ્ટન અમરિંદર સિંહને પોતાના ઉમેદવાર  આ નામોની
પણ ચર્ચા

ભારતીય જનતા પાર્ટી (BJP) પંજાબના
પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે
NDAના
ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ કેપ્ટને કોંગ્રેસ
પાર્ટી છોડી દીધી હતી. હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે તેમની પાર્ટી પંજાબ લોક
કોંગ્રેસ
, જે તેમણે બનાવી હતી, તે પણ
ભગવા છાવણીમાં ભળવાની તૈયારી કરી રહી છે.

Advertisement


કેપ્ટન અમરિન્દર સિંહે 2022ની પંજાબ
વિધાનસભાની ચૂંટણી ભાજપ અને સુખદેવ સિંહ ધીંડસાની આગેવાની હેઠળના શિરોમણી અકાલી દળ
(સયુક) સાથે ગઠબંધનમાં લડી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો
પડ્યો હતો. નવી બનેલી આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી. 
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી
યોજાવાની છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ
રહ્યો છે. આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોએ પોતાનો મત આપ્યો. ભાજપ માટે આ
લડાઈ એકદમ સરળ છે. બંને ગૃહોમાં ભગવા છાવણી પાસે સંપૂર્ણ બહુમતી છે.

Advertisement

આ નામોની પણ ચર્ચા છે

Advertisement

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે હજુ
પણ ઘણા નામો ચાલી રહ્યા છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને
લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ ભાજપની
ટોચની નેતાગીરી અને પાર્લામેન્ટરી બોર્ડ કોઈ એક નામ પર મહોર લગાવી શકે છે. ભાજપના
સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જેમ આ નામ પણ ચોંકાવનારું હોઈ
શકે છે. 
પંજાબ બીજેપીના વરિષ્ઠ નેતા
હરજીત સિંહ ગ્રેવાલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે લંડનથી પરત ફર્યા બાદ
અમરિંદર સિંહ તેમની પંજાબ લોક કોંગ્રેસને બીજેપીમાં ભેળવી શકે છે. ગ્રેવાલે દાવો
કર્યો છે કે લંડન જતા પહેલા કેપ્ટને પોતાની પાર્ટીને બીજેપીમાં વિલય કરવાની ઈચ્છા
વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે કેપ્ટન પરત ફર્યા બાદ વિલીનીકરણની જાહેરાત
કરશે.

Tags :
Advertisement

.