ભાજપના નેતાનું વિવાદીત નિવેદન, કહ્યું બંગાળના રાજકારણમાં બોંબ બનાવવો સામાન્ય વાત છે
બંગાળ ભાજપના નેતા પક્ષ છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રતિક્રિયા આપતા બંગાળ ભાજપના નેતા દિલીપ ઘોષે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે બંગાળના રાજકારણમાં બોંબ બનાવવો સામાન્ય વાત છે. ઉલ્લેખનિય છે કે ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ અર્જુનસિંહ રવિવારે તૃણમુલ કોંગ્રેસમાં પરત જતા રહ્યા હતા. તે 2019માં ટીમસીમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનરજીને વડાપ્રધàª
12:52 PM May 23, 2022 IST
|
Vipul Pandya
બંગાળ ભાજપના નેતા પક્ષ છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રતિક્રિયા આપતા બંગાળ ભાજપના નેતા દિલીપ ઘોષે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે બંગાળના રાજકારણમાં બોંબ બનાવવો સામાન્ય વાત છે.
ઉલ્લેખનિય છે કે ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ અર્જુનસિંહ રવિવારે તૃણમુલ કોંગ્રેસમાં પરત જતા રહ્યા હતા. તે 2019માં ટીમસીમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનરજીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.
દિલીપ ઘોષે તેમના પર કટાક્ષ કરતાં કહ્યું કે જે લોકો સિદ્ધાંતોના આધાર પર રાજકારણ કરતા નથી તેના માટે ભાજપમાં ટકવું મુશ્કેલ છે.
પત્રકારોએ તેમને યાદ અપાવ્યું કે તેમણે પહેલા અર્જુનસિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ બોંબ બનાવે છે. જો તે સાચું હોય તો તેમને ભાજપમાં કેમ લાવ્યા હતા. તેની પર દિલીપ ઘોષે કહ્યું કે તેમણે ઘણા લોકોને ભાજપ સાથે જોડયા છે, રાજકારણમાં બંગાળમાં બોંબ બનાવવો સામાન્ય વાત છે.
તેમણે કહ્યું કે ટીએમસીમાંથી જે આવશે તે એવો જ હશે. તેના માટે કાનૂન બનાવાયો છે. તે જયાં જાય ત્યાં પરેશાની ઉભી કરે છે. જ્યારે તે ભાજપમાં આવ્યા ત્યારે તેમની સામે અત્યાચાર વધી ગયો. આ તેમણે જોયુ છે. મે સંસદમાં પણ તેમની ફરિયાદો કરી હતી. તેઓ એડજસ્ટ ના કરી શક્યા તે તેમની સમસ્યા છે.
બંગાળમાં વર્ષોથી હિંસક રાજકારણ રમાય છે. જેમાં દેશી બોંબનો પણ ઉપયોગ કરાય છે. વડાપ્રધાન મોદી સહિત ભાજપે 2021ની ચૂંટણીમાં તેને મુદ્દો પણ બનાવ્યો હતો. ઘોષે કહ્યું કે જો તમે એમ ના કહો કે તમે મમતા બેનર્જીને વડાપ્રધાન તરીકે જોવા માંગતા નથી તો તમે ટીએમસીમાં રહી ના શકો.
તેમણે કહ્યું કે ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. જે સિદ્ધાંત પર રાજકારણ નથી કરતાં તે લોકો ભાજપમાં રહી શકતા નથી. જે સિદ્ધાંત, નીતિ અને માળખામાં વિશ્વાસ કરે છે તેમના માટે ભાજપ યોગ્ય પક્ષ છે. જે ટીએમસી છોડીને ગયા છે તેમનું ભાજપમાં રહેવું મુશ્કેલ છે.
Next Article