Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયાના રાષ્ટ્રપતિને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ, પુતિનને થયું કેન્સર, તાત્કાલિક સર્જરી...

હાલમાં રશિયાના રાષ્ટ્રપતિને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કેન્સર થયું છે. બ્રિટિશ મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થોડા દિવસો માટે રશિયાની ગુપ્તચર એજન્સી KGBના પૂર્વ ચીફને દેશની કમાન સોંપી શકે છે. એવા અહેવાલ છે કે વ્લાદિમીર પુતિનને કેન્સર છે અને તેમને તાત્કાલિક કેન્સરની સર્જરી કરાવવી પડશે. જેના માટે તેàª
રશિયાના રાષ્ટ્રપતિને
લઈને સૌથી મોટો ઘટસ્ફોટ  પુતિનને થયું કેન્સર  તાત્કાલિક સર્જરી

હાલમાં રશિયાના રાષ્ટ્રપતિને લઈને સૌથી મોટો
ઘટસ્ફોટ થયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કેન્સર થયું છે.
બ્રિટિશ મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થોડા દિવસો માટે રશિયાની ગુપ્તચર
એજન્સી
KGBના પૂર્વ ચીફને દેશની કમાન સોંપી શકે
છે. એવા અહેવાલ છે કે વ્લાદિમીર પુતિનને કેન્સર છે અને તેમને તાત્કાલિક કેન્સરની
સર્જરી કરાવવી પડશે
. જેના માટે તેમણે આ નિર્ણય લીધો છે. બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર ટેલિગ્રામ ચેનલ SVRએ ક્રિમલિનના ટોચના અધિકારીને ટાંકીને આ દાવો કર્યો છે.

Advertisement


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  ડોક્ટરોએ પુતિનને સર્જરીની સલાહ આપી છે.
સર્જરીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી અને તેના વિશે વાતચીત ચાલી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક સર્જરીની જરૂર નથી પરંતુ તેને મોકૂફ
રાખી શકાય નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સર્જરી એપ્રિલના બીજા સપ્તાહમાં
થવાની હતી.
જે આગળ સ્થગિત કરવામાં આવી હતી. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન
રશિયા પર સંપૂર્ણ નિયંત્રણ અને યુક્રેન સાથેના યુદ્ધની સંપૂર્ણ જવાબદારી સુરક્ષા
પરિષદના વડા અને ભૂતપૂર્વ કેજીબી કાઉન્ટર ઈન્ટેલિજન્સ અધિકારી નિકોલાઈ પેત્રુશેવને
સોંપી શકે છે.
70 વર્ષીય ગુપ્તચર અધિકારી નિકોલાઈને
યુક્રેન વિરુદ્ધ યુદ્ધ વ્યૂહરચનાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.

Advertisement


ઉલ્લેખનિય છે કે પુતિનની સર્જરીના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે
રશિયા યુક્રેન વિરુદ્ધ યુદ્ધવિરામની જાહેરાત કરે તેવી શક્યતા છે. પુતિને મોટી
સંખ્યામાં રશિયન સૈનિકોને પરત ફરવાનો આદેશ આપ્યો છે. જોકે
, રશિયા દ્વારા હજુ સુધી યુદ્ધવિરામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી
નથી.

Advertisement

Tags :
Advertisement

.