Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિષભ પંતને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો હાલમાં કેવી છે તબિયત

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું ગત અઠવાડિયે એક ભયાનક અકસ્માત થયું હતું. આ ઘટના થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ભયાનક અકસ્માતમાં રિષભને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ એવા સમાચાર આવ્યા કે તેને સર્જરી કરાવવી પડશે. હવે તાજેતરમાં તેના ઓપરેશનને લઇને એક મોટા અપડેટ સામે આવ્યા છે. પંતના જમણા ઘૂ
રિષભ પંતને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર  જાણો હાલમાં કેવી છે તબિયત
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું ગત અઠવાડિયે એક ભયાનક અકસ્માત થયું હતું. આ ઘટના થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ભયાનક અકસ્માતમાં રિષભને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ એવા સમાચાર આવ્યા કે તેને સર્જરી કરાવવી પડશે. હવે તાજેતરમાં તેના ઓપરેશનને લઇને એક મોટા અપડેટ સામે આવ્યા છે. પંતના જમણા ઘૂંટણના લિગામેન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે. 
પંતની સર્જરી રહી સફળ, પણ મેદાનમાં આવતા લાગી શકે છે સમય
ભારતના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે જ્યાંથી સમાચાર આવી રહ્યા છે કે તેના જમણા ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને સર્જરી યોગ્ય રીતે કરવામાં આવી છે. પંતના આ ઘૂંટણમાં લિગામેન્ટ ફાટી ગયું હતું. BCCIના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, શુક્રવારે રિષભ પંતના ઘૂંટણની લિગામેન્ટની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી સફળ રહી છે. તે ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. રિષભ પંતની સર્જરી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ખાતે 'સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિન'ના વડા અને 'આર્થ્રોસ્કોપી એન્ડ શોલ્ડર સર્વિસ'ના ડિરેક્ટર ડૉ. પારડીવાલાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. પંતને દહેરાદૂનથી એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યો હતો કારણ કે તે સામાન્ય વિમાન દ્વારા આવવાની સ્થિતિમાં ન હતો. પંતની સર્જરી થઈ ગઈ છે, પરંતુ તેને મેદાનમાં પાછા ફરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગી શકે છે.
Advertisement

ત્રણ કલાક સુધી ચાલ્યું ઓપરેશન
ANIએ તેના ટ્વીટમાં લખ્યું છે કે, 6 જાન્યુઆરી, શુક્રવારના રોજ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં રિષભ પંતના ઘૂંટણની સર્જરી સફળ રહી હતી. જોકે, તેને મેડિકલ ટીમના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, 4 જાન્યુઆરીએ BCCI દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પંતને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. અહીં તેનું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું છે. આ ઓપરેશન બાદ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંતનો રિસ્પોન્સ સારો છે. જેનો અર્થ છે કે તેઓ સારું અનુભવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પંતનું આ ઓપરેશન લાંબો સમય ચાલ્યું હતું. લગભગ ત્રણ કલાક સુધી તેના ઘૂંટણની સર્જરી થઈ. 
30 ડિસેમ્બરના રોજ થયો હતો ભયાનક અકસ્માત
ઉલ્લેખનીય છે કે, 30 ડિસેમ્બરે પંત દિલ્હીથી રુંડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કાર નારસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. જે બાદ કારમાં આગ લાગી હતી. જે સમયે કારમાં અકસ્માત થયો ત્યારે પાછળ દોડી રહેલી હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવર સુશીલ કુમાર અને કંડક્ટરે કાર અકસ્માત જોઈને તરત જ 112ને ફોન કર્યો હતો. તે પછી તેને તુરંત જ મદદ મળી. અકસ્માતમાં પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિષભને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, કાર અકસ્માત બાદ રિષભ પંતને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજાઓ થઈ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.