Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નીરજ ચોપરાને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, કોમનવેલ્થ ગેમ્સ 2022માં નહીં લે ભાગ, જાણો કારણ

નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેશે નહીં. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઈજાને કારણે તે ફિટ નથી. આ ઈવેન્ટ 28 જુલાઈથી શરૂ થઈ રહી છે. નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાની ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઈનલ દરમિયાન નીરજ ચોપરા પણ જાંઘ પર પટ્ટી બાંધતો જોવા મળ્યો હતો. વળી મહત્વનું છે કે, ભારતને નીરજ ચોપરા પાસેથી વધુ એક મેડલની અપેક્ષા હતી.  26 જુલાઈ મંગળવારના રો
નીરજ ચોપરાને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર  કોમનવેલ્થ ગેમ્સ 2022માં નહીં લે ભાગ  જાણો કારણ
નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેશે નહીં. વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઈજાને કારણે તે ફિટ નથી. આ ઈવેન્ટ 28 જુલાઈથી શરૂ થઈ રહી છે. નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાની ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઈનલ દરમિયાન નીરજ ચોપરા પણ જાંઘ પર પટ્ટી બાંધતો જોવા મળ્યો હતો. વળી મહત્વનું છે કે, ભારતને નીરજ ચોપરા પાસેથી વધુ એક મેડલની અપેક્ષા હતી.  
26 જુલાઈ મંગળવારના રોજ કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતીય ટુકડીને મોટો આંચકો લાગ્યો છે. ભારતના સ્ટાર એથ્લેટ અને ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા ઈજાના કારણે બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઇ ગયા છે. તાજેતરમાં તેણે વર્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે, યુજેનમાં આયોજિત આ ચેમ્પિયનશીપના અંતિમ રાઉન્ડમાં પણ તે કેટલીક મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, બર્મિંગહામમાં 28 જુલાઈથી શરૂ થઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ માટે નીરજ ચોપરાને ભારત માટે મેડલની મોટી આશા માનવામાં આવી રહી હતી. પરંતુ ગ્રોઈન ઈન્જરી એટલે કે જાંઘની ઈજાને કારણે તે હવે આ ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. તેની સમસ્યા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં પણ જોવા મળી હતી જ્યાં છેલ્લા બે પ્રયાસોમાં તે ફાઉલ કરતો જોવા મળ્યો હતો અને તેની જાંઘ પર પટ્ટી બાંધીને ડગઆઉટમાં બેઠો હતો.
Advertisement

ફાઈનલ મેચમાં ચોથા થ્રો બાદ નીરજ ચોપરાને જાંઘ જકડાઈ ગઈ હતી અને છેલ્લા બે થ્રો ફાઉલ થઈ ગયા હતા. તેણે મેચ બાદ કહ્યું, “ચોથો થ્રો તેનાથી પણ આગળ વધી શક્યો હોત. તે પછી મને મારી જાંઘમાં તકલીફ થવા લાગી અને છેલ્લા બે થ્રો બરાબર ગયા ન હોતા. મેં મારી જાંઘ પર પાટો બાંધ્યો હતો. મને કાલે સવારે જ ખબર પડશે કારણ કે શરીર હજી ગરમ છે. આશા છે કે કોમનવેલ્થ ગેમ્સ પહેલા કોઈ સમસ્યા નહીં થાય." મહત્વનું છે કે, તાજેતરમાં નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં અંજુ બોબી જ્યોર્જ પછી ભારતને બીજો મેડલ અપાવ્યો હતો. વળી, આ પહેલા નીરજ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.