Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમના સતત ખરાબ પ્રદર્શન બાદ આખરે જો રૂટે લીધો સૌથી મોટો નિર્ણય

દેશમાં IPL ટૂર્નામેન્ટ ચાલી રહી છે, જેના કારણે ફેન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી થોડા અજાણ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો રૂટે શુક્રવારે અચાનક ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પાંચ વર્ષ સુધી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યા બાદ જો રૂટે શુક્રવારે રાજીન
09:31 AM Apr 15, 2022 IST | Vipul Pandya
દેશમાં IPL ટૂર્નામેન્ટ ચાલી રહી છે, જેના કારણે ફેન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી થોડા અજાણ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન જો રૂટે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. 
જો રૂટે શુક્રવારે અચાનક ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પાંચ વર્ષ સુધી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યા બાદ જો રૂટે શુક્રવારે રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝના હાથે ઈંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પરાજય થયો હતો, ત્યારબાદ રૂટે ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રૂટે 64 ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું, જે એક રેકોર્ડ છે. આ પહેલા કોઈ કેપ્ટને આટલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું ન હતું. રૂટે 64 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી 27માં જીત મેળવી હતી. આ પણ એક રેકોર્ડ છે. ઈંગ્લેન્ડે આટલી ટેસ્ટ જીત અન્ય કોઈ કેપ્ટન હેઠળ નોંધાવી નથી. જો કે ગયા વર્ષે રુટનું કેપ્ટનપદનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તેની ટીમને 11 હાર મળી હતી. છેલ્લી 17 ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માત્ર એક જ ટેસ્ટ જીતી શક્યું હતું. ઈંગ્લેન્ડે ભારત, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા સ્થાને સરકી ગઈ છે.

જો રૂટની કપ્તાની હેઠળ તે ઈંગ્લેન્ડની 26મી ટેસ્ટ હાર હતી, જે ઈંગ્લેન્ડનો એક શરમજનક રેકોર્ડ છે. રૂટ તે ઈંગ્લિશ કેપ્ટન બની ગયો છે, જેના નેતૃત્વમાં થ્રી લાયન્સને સૌથી વધુ ટેસ્ટ હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, 31 વર્ષીય રૂટ ટીમમાં બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખશે. એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના હાથે 0-4થી હાર્યા બાદ જ રૂટની કેપ્ટનશીપ પર સવાલો થવા લાગ્યા હતા. ત્યારે ટીકાકારોએ કહ્યું હતું કે, રૂટે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. બેન સ્ટોક્સ હવે ટેસ્ટ કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર છે. ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ રૂટે કહ્યું કે, 'કેરેબિયન પ્રવાસમાં પરત ફર્યા બાદ મને અહેસાસ કરવાનો સમય મળ્યો. મેં કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય લેવો મારા માટે ખૂબ જ પડકારજનક હતો. મારા પરિવાર અને નજીકના મિત્રોની સલાહ લીધા બાદ મેં નક્કી કર્યું કે કેપ્ટન પદ છોડવાનો આ યોગ્ય સમય છે. મારા દેશનું નેતૃત્વ કરવામાં મને ખૂબ જ ગર્વ છે અને છેલ્લા પાંચ વર્ષોને ખૂબ ગર્વથી જોઉં છું.
બેન સ્ટોક્સે લખ્યું છે કે મારા મિત્ર તારી સાથે આ એક શાનદાર યાત્રા હતી. મારા એક મહાન સાથી ખેલાડીને મેદાનમાં લઇ જતા જોવું એ એક લ્હાવો હતો. તમે ઇંગ્લિશ ક્રિકેટને બધું જ આપ્યું છે અને અમે બધા તમારા બલિદાન અને સખત મહેનત માટે આભાર કહેવા માંગીએ છીએ. 

આ સાથે બેન સ્ટોક્સે તેની સાથે એક તસવીર પણ પોસ્ટ કરી છે. બેન સ્ટોક્સે આ તસવીર પોસ્ટ કરતા જ ચાહકો ચોંકી ગયા હતા. ચાહકો કહી રહ્યા છે કે તેઓ તેની કેપ્ટનશીપને મિસ કરશે. મેદાન પર શાંત રહીને તે જે રીતે પ્લાન કરતો હતો તેના દરેક લોકો તેના ફેન હતા.
Tags :
CricketEnglandEngland'sCaptainGujaratFirstJoeRootResignSports
Next Article