Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેરબજારમાં સૌથી મોટો કડાકો, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં કેટલા તૂટયા

ભારતીય શેરબજાર (Indian stock market)ના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે.વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange)નો સેન્સેક્સ (Sensex)390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી( Nifty)109 પોઈન્ટ ઘટીને 17,014 પર બંધ થયો હતો.માર્કેટમાં આજના ટ્રેડિંગ સેશનમાં કુલ 3562 શેરોમાંથી 1309 શà«
10:38 AM Oct 13, 2022 IST | Vipul Pandya
ભારતીય શેરબજાર (Indian stock market)ના રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક સાબિત થયો છે.વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ (Mumbai Stock Exchange)નો સેન્સેક્સ (Sensex)390 પોઈન્ટ ઘટીને 57,235 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી( Nifty)109 પોઈન્ટ ઘટીને 17,014 પર બંધ થયો હતો.
માર્કેટમાં આજના ટ્રેડિંગ સેશનમાં કુલ 3562 શેરોમાંથી 1309 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 2119 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. 134 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 200 શેર અપર સર્કિટથી અને 180 શેર નીચલી સર્કિટથી બંધ થયા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2 લાખ કરોડ ઘટીને 269.90 લાખ કરોડ થયું છે.
શેરમાં  ફાર્મા સેક્ટરની  ખરીદારી જોવા મળી 
માર્કેટમાં ડિફેન્સિવ ગણાતા ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. મેટલ્સ અને મીડિયા સેક્ટરના શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, એનર્જી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 16 શેર વધ્યા હતા અને 34 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર ઉછાળા સાથે અને 22 ઘટાડાની સાથે બંધ થયા હતા.
આજે કયા શેરમાં  થયો ઘટાડો 
આજના ટ્રેડિંગ સેશનમાં HCL ટેક 3.19 ટકા, સન ફાર્મા 1.30 ટકા, ડૉ. રેડ્ડી 0.60 ટકા, રિલાયન્સ 0.37 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.08 ટકા અને નેસ્લે 0.05 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે વિપ્રો 7.03 ટકા, SBI 2.36 ટકા, લાર્સન 1.85 ટકા, ICICI બેન્ક 1.60 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.12 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
Tags :
BiggestcrashGujaratFirstindianstockmarketSensex-Nifty
Next Article