Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weight Loss કરવાનો બેસ્ટ ઑપ્શન, આરામથી ઘટાડી શકાય છે 15-20 કિલો

ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કેવી રીતે થાય?ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગઆ પેટર્નમાં રોજ 12 કલાકથી વધુ સમયનો ઉપાવાસ રાખવો પડે છે. જેમ કે ઘણાં લોકો 16 કલાક ઉપવાસ કરતા હોય છે અને 8 કલાકના સમય દરમિયાન જ ખાય છે..5:2 ડાયટઆ પેટર્ન અંતર્ગત અઠવાડિયામાં 5 દિવસ નોર્મલ જેમ ખાતા હોય તેમ જ ખવાય છે, પરંતુ બાકીના 2 દિવસ 500-600 કેલરીનું જ સેવન કરી શકાય છે.ખાવ..રોકાવ.. ખાવઆ પેટર્નમાં અઠવાડિયામાં 1 કે 2 દિવસ 24 કલાકનું ફાસ્àª
weight loss કરવાનો બેસ્ટ ઑપ્શન  આરામથી ઘટાડી શકાય છે 15 20 કિલો
ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કેવી રીતે થાય?

ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગ
આ પેટર્નમાં રોજ 12 
કલાકથી વધુ સમયનો ઉપાવાસ રાખવો પડે છે. જેમ કે ઘણાં લોકો 16 કલાક ઉપવાસ કરતા હોય છે અને 8 કલાકના સમય દરમિયાન જ ખાય છે..
5:2 ડાયટ
આ પેટર્ન અંતર્ગત અઠવાડિયામાં 5 દિવસ નોર્મલ જેમ ખાતા હોય તેમ જ ખવાય છે, પરંતુ બાકીના 2 દિવસ 500-600 કેલરીનું જ સેવન કરી શકાય છે.
What is intermittent fasting
ખાવ..રોકાવ.. ખાવ
આ પેટર્નમાં અઠવાડિયામાં 1 કે 2 દિવસ 24 કલાકનું ફાસ્ટિંગ કરવું જોઈએ.

અલ્ટરનેટ ડે ફાસ્ટિંગ
આ પેટર્નમાં એક દિવસ છોડીને ઉપવાસ કરી શકાય..
ધ વૉરિયર ડાયટ
દિવસભર ઓછી માત્રામાં ફળો અને શાકભાજીનું સેવન કરી શકાય છે. તે બાદ રાત્રે નોર્મલ ભોજન કરી શકાય છે..
Should You Try Intermittent Fasting if You Have Crohn's? | Everyday Health
ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગના ફાયદા
સાયન્સ અનુસાર ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગના ઘણા ફાયદા છે. જો તમે પણ આ રીતે ફાસ્ટિંગ કરતા હોવ તો કોઈ ઍક્સપર્ટની સલાહ ચોક્કસથી લો..
  • ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ મેટાબોલિઝમ સુધારે છે. જેથી પાચનક્રિયા સુધરતા વજન પણ ઝડરથી ઉતરવા લાગે છે.
  • રિસર્ચ અનુસાર ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કેન્સરના સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
  • ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગથી ઈમ્યિનિટી પણ બૂસ્ટ થાય છે.
  • ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરવાથી ક્રોનિક ડિસીઝમાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
  • તેનાથી હાર્ટ એટલે કે હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
  • ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગથી મગજની તંદુરસ્તી પણ વધે છે. જેના કારણે બ્રેન હોર્મોન BDNF ને રિલીઝ કરે છે.
Could Intermittent Fasting Be Good for Your Health? | University of Utah  Health
ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગના સાઈડ ઈફેક્ટ્સ
  • તેની શરૂઆતના એટલે કે પહેલા દિવસે ઘણી ભૂખ લાગે છે, જેના કારણે મૂડ સ્વિંગ આવી શકે છે.
  • ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરનારને માથાનો દુખાવો, કબજિયાત, થાક, ઉંઘની તકલીફ વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે.
  • ન ખાવાની પેટર્નને અનુસરવામાં ઘણી તકલીફ આવી શકે છે, જેને સેટ થવામાં થોડો સમય લાગે છે.

NOTE:
 ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગથી એગ્ઝાયટી આવી શકે છે, તેથી સ્ટ્રિક્ટ ફાસ્ટિંગથી બચો.
Advertisement
Tags :
Advertisement

.