Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવેશ ખાને ફેંક્યો એવો બોલ બેટ્સમેનના બેટના થયા બે ટુકડા

ભારતને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ બોલ બાકી રહેતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે શાનદાર બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 212 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્ય સુધી પહોંચવા માટà
આવેશ ખાને ફેંક્યો એવો બોલ બેટ્સમેનના બેટના થયા બે ટુકડા
ભારતને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાંચ બોલ બાકી રહેતા ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતે શાનદાર બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 212 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 
આ લક્ષ્ય સુધી પહોંચવા માટે દક્ષિણ આફ્રિકી ટીમના વાન ડેર ડુસેને વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને ટીમને મળેલા પડકારજનક ટાર્ગેટને આસાન બનાવી દીધો હતો. વાન ડેર ડુસેને ટીમની જીતમાં સૌથી મોટું યોગદાન આપ્યું હતું. પરંતુ આ દરમિયાન એક એવી ઘટના પણ બની જ્યારે ડૂસ એકદમ આશ્ચર્યચકિત જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, આ મેચમાં આવેશ ખાને એવી બોલિંગ કરી કે વાન ડેર ડુસેનના બેટના બે ટુકડા થઇ ગયા હતા. આ કારણે તેણે પોતાનું બેટ બદલવું પડ્યું હતું. આ ઘટના દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની 14મી ઓવરમાં બની હતી. આવેશે ઓવરના ત્રીજા બોલમાં એક પરફેક્ટ યોર્કર ફેંક્યો. આ બોલ પર વાન ડેરે શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેમ કરી શક્યો નહીં. દરમિયાન, જ્યારે તેણે શોટ રમ્યા પછી તેનું બેટ જોયું, ત્યારે તેને ખબર પડી કે તે વચ્ચેથી બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
મહત્વનું છે કે, આ દરમિયાન ડુસે ખૂબ જ ધીમી બેટિંગ કરી રહ્યો હતો. 25 બોલમાં તેના ખાતામાં માત્ર 22 રન નોંધાયા હતા, પરંતુ તેના હાથમાં નવું બેટ આવતા જ તમામ આંકડા બદલાઈ ગયા અને તેણે પોતાની ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ત્યાં ભારતીય બોલિંગની વાત કરીએ તો આવેશ ખાન સિવાય તમામ બોલરોની બોલિંગ ખૂબ રન આવ્યા હતા. આ દરમિયાન, આવેશે તેની 4 ઓવરના ક્વોટામાં 35 રન ખર્ચ્યા, જોકે તે કોઈ સફળતા મેળવી શક્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 211 રન બનાવ્યા હતા અને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ T20 7 વિકેટે જીતી લીધી. મહત્વનું છે કે, વાન ડેર ડુસેને સીરીઝની શરૂઆત શાનદાર રીતે કરી હતી. જ્યાં પ્રથમ T20 મેચમાં તેના બેટએ 46 બોલમાં 75 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 7 ચોક્કા અને 5 ગગનચુંબી છક્કા પણ ફટકાર્યા હતા. 
Advertisement
Tags :
Advertisement

.