ખંભાતમાં ધાક બેસાડવા કરાયો હતો હુમલો, જાણો આણંદ પોલીસ વડાએ શું કહ્યું
ખંભાતમાં રામનવમીની શોભાત્રા દરમિયાન થયેલી હિંસામાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આણંદ પોલીસ વડાએ બુધવારે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે શોભાયાત્રા ભવિષ્યમાં ના નિકળે તે માટે ધાક બેસાડવા માટે હુમલો અને પથ્થરમારો કરાયો હતો. તેમણે કહ્યું કે સમગ્ર બનાવમાં 57 લોકો સામે એફઆઇઆર નોંધી છે અને તે પૈકી સંડોવાયેલા 11 ને ઝડપી લીધા છે. ખંભાતમાં હાલ એકદમ શાંતિનો માહોલ છે. àª
12:02 PM Apr 13, 2022 IST
|
Vipul Pandya
ખંભાતમાં રામનવમીની શોભાત્રા દરમિયાન થયેલી હિંસામાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આણંદ પોલીસ વડાએ બુધવારે યોજેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે શોભાયાત્રા ભવિષ્યમાં ના નિકળે તે માટે ધાક બેસાડવા માટે હુમલો અને પથ્થરમારો કરાયો હતો. તેમણે કહ્યું કે સમગ્ર બનાવમાં 57 લોકો સામે એફઆઇઆર નોંધી છે અને તે પૈકી સંડોવાયેલા 11 ને ઝડપી લીધા છે. ખંભાતમાં હાલ એકદમ શાંતિનો માહોલ છે.
કાવતરું રચીને હુમલો કરાયો
ખંભાતની હિંસા બાદ પોલીસની સઘન તપાસ શરુ થઇ ગઇ છે. આણંદ જીલ્લાના પોલીસ વડા અજીત રાજીયાને કહ્યું કે રથયાત્રા ભવિષ્યમાં ના નિકળે તે માટે ધાક બેસાડવાના હેતુંથી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે ઘટનાના મુખ્ય સુત્રધારો રઝાક હુસેન ઉર્ફે પટેલ મૌલવી ઐયુબ મલેક, માજીદ ઉર્ફે માંદલો જમશેદ પઠાણ અને મતીન યુનુસ વોરા ઉર્ફે એલ્ટી હોવાનું બહાર આવ્યું છે.
જુદા જુદા દેશો સાથે પણ આરોપીઓનો સંપર્ક
તેમણે ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં આરોપીઓ જુદા દેશો સાથે સંપર્કમાં હોવાનું જણાયુ છે. આ મુદ્દાની આગળની તપાસ ચાલી રહી છે. અત્યારે સમગ્ર કેસની તપાસની સંવેદનશીલતા જોતાં આરોપીઓ સંપર્કમાં હતા તેની તપાસ કરાઇ રહી છે. તેની તપાસ કરાઇ રહી છે.
અલગ અલગ બેઠકો કરાઇ
તમામે ભેગા મળીને સ્લીપર મોડયુલ મુજબ કાવતરું રચ્યુંહતું અને અલગ અલગ સ્થળોએ મિટીંગ કરીને માણસો, ફાયનાન્સ અને પ્લાનીંગનું આયોજન કર્યું હતું અને 16 આરોપીનો સંપર્ક કરાયો હતો અને ત્યારબાદ સમગ્ર કાવતરાંને અંજામ અપાયો હતો.
શોભાયાત્રાની મંજૂરી મળી ત્યારથી જ પ્લાનીંગ કરાયુ
કાવતરું રચીને મુખ્ય સુત્રધારોએ પોતાના ફેમિલીને બીજા જીલ્લામાં મોકલી દીધા હતા અને કાવતરામાં પોતે સામેથી આવીને તંત્રની મદદ કરે છે તેવું દર્શાવાનું પણ કાવતરું રચ્યું હતું. પોલીસ વડાએ કહ્યું કે જયારથી શોભાયાત્રા નિકળવાની ચર્ચા શરુ થઇ ત્યારથી જ પ્લાનીંગ શરુ કરાયુ હતું અને જયારે શોભાયાત્રાને મંજુરી મળી ત્યારે ખાનગી મિટીંગો કરી હતી. જો કે આ મિટીંગો કયારે અને કયાં કયાં થઇ તેની તપાસ પોલીસ કરી રહી છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા શોભાયાત્રા વખતે શાંતિ સમિતીની બેઠક પણ યોજવામાં આવી હતી અને સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો તથા હિંસા થતાં જ પોલીસે સમગ્ર બનાવને 5 મિનીટમાં કન્ટ્રોલ કરી દીધો હતો.
જીલ્લા બહારના લોકોનો પણ સંપર્ક કરાયો
પોલીસ વડા અજીત રાજીયાને કહ્યું કે આરોપીઓના મોબાઇલમાંથી ડેટા રિકવર કરાયા છે અને કાવતરું રચવા માટે કરાયેલી ચેટીંગ તથા ઓડીયો રેકોર્ડ અને મેસેજ મેળવવામાં આવ્યા છે. આરોપીઓના જીલ્લા બહારના લોકો સાથે પણ સંપર્ક હતો.
ફન્ડીગની પણ જવાબદારી સોંપાઇ હતી
તેમણે કહ્યું કે ફન્ડીગની જવાબદારી અલ્ટી મતીનને સોંપાઇ હતી અને ઘટના બાદ આરોપીઓ પકડાય ત્યાર બાદ કાયદેસરની પ્રક્રીયા શરુ થાય અને આરોપી જેલમાં જાય ત્યારે તેમના પરિવારને મદદ કરવાની અલ્ટી મતીનને જવાબદારી સોંપાઇ હતી.
રઝાક મૌલવી મુખ્ય સુત્રધાર છે
તેમણે કહ્યું કે પોલીસ સાથે ઝપાઝપી કરી કરી તોફાન કરવાનું પ્લાનીંગ હતું. રઝાક મૌલવીનું મુખ્ય પ્લાનીંગ હતું અને જમશેદની ભુમિકા માણસો સપ્લાય કરવાની હતી. તેમનું પથ્થરમારા પર જ વધુ ફોકસ હતું અને આ માટે છોકરાઓને પથ્થરમારો કરવા તૈયાર કરાયા હતા. કાચી સાઇટ પરથી પથ્થરો ભેગા કરાયા હતા.
હાલ ખંભાતમાં શાંતિનો માહોલ
તેમણે આશ્વાસન આપ્યું હતું કે ખંભાતમાં હાલ શાંતિનો માહોલ છે,અને લોકો રાબેતામુજબનું જીવન જીવી રહ્યા છે. એફઆઇઆર મુજબ 57 આરોપીઓની ઓળખ કરીને ફરીયાદ દાખલ કરાઇ છે. અત્યારે 11 જણાની સઘન પુછપરછ કરીને સાઇન્ટીફીક રીતે તપાસ કરાઇ રહી છે.
Next Article