સુરત જિલ્લાનું વાતાવરણ બન્યું હિલ સ્ટેશન જેવું, અમદાવાદમાં બફારાથી જનતા પરેશાન
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો ખૂબ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું છે. વળી બીજી તરફ અમદાવાદમાં વરસાદ જાણે સંતા કૂકડી રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આ આગાહà«
06:10 AM Jul 04, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘો ખૂબ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની ગયું છે. વળી બીજી તરફ અમદાવાદમાં વરસાદ જાણે સંતા કૂકડી રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આ આગાહી સાથે સુરતમાં પણ ભારે વરસાદ વરસી પડ્યો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, શહેરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી છે. વળી આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વળી હાલમાં સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વળી બીજી તરફ જો અમદાવાદની વાત કરીએ તો અહીં વરસાદ જાણે સંતા કૂકડી રમી રહ્યો છે. થોડા ટિપ્પા પડે છે અને પછી બંધ થઇ જાય છે. જેના કારણે શહેરમાં લોકો બફારા વચ્ચે પરેશાન થઇ ગયા છે.
વળી હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. જેને લઇને તંત્ર પણ એલર્ટમોડમાં જોવા મળી રહ્યું છે. જ્યારે શહેરમાં ઘણા એવા વિસ્તારો પણ છે કે જ્યા પાણી ભરાઇ ગયા છે જે બાદ તંત્રની પ્રિ-મોનસુન કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઇ રહ્યા છે. એક તરફ વરસાદ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ બીજી તરફ ઘણા સમયથી ગરમીથી કંટાળી ગયેલા લોકો મેઘરાજા મન મૂકીને વરસી પડતા લોકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આગામી સમયમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
Next Article