Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્ચ્છમાં 6 ખાણ વિકસાવવાની જાહેરાતથી ટ્રાન્સપોર્ટ ઉધોગને થશે ફાયદોઃ વાસણભાઇ આહીર

દેશના સૌથી મોટા લિગ્નાઇટ ઉત્પાદક જાહેર ક્ષેત્રના નિગમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કચ્છમાં ત્રણ સહિત કુલ છ નવી ખાણ વિકસાવવા રૂા. 800 કરોડના રોકાણની જાહેરાત કરી છે. જેને આવકાર આપવામાં આવી રહ્યો છે. જી.એમ.ડી.સી. દ્વારા 40 કરોડ ટનના કુલ જથ્થા સાથે છ નવી ખાણ વિકસિત કરવામાં આવશે. કંપની જમીન સંપાદિત કરવા વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં રૂા. 800 કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ આગામી 12થી 15 મહિના
11:00 AM Feb 19, 2023 IST | Vipul Pandya
દેશના સૌથી મોટા લિગ્નાઇટ ઉત્પાદક જાહેર ક્ષેત્રના નિગમ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને કચ્છમાં ત્રણ સહિત કુલ છ નવી ખાણ વિકસાવવા રૂા. 800 કરોડના રોકાણની જાહેરાત કરી છે. જેને આવકાર આપવામાં આવી રહ્યો છે. જી.એમ.ડી.સી. દ્વારા 40 કરોડ ટનના કુલ જથ્થા સાથે છ નવી ખાણ વિકસિત કરવામાં આવશે. કંપની જમીન સંપાદિત કરવા વર્ષ 2023-24ના નાણાકીય વર્ષમાં રૂા. 800 કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ આગામી 12થી 15 મહિનામાં અમલી કરવાની ધારણા છે. 
જે છ નવા પ્રોજેક્ટ વિકસાવાશે તેમાં કચ્છની ત્રણ સાઇટ લખપત, વાયોર નજીક ભારખંડમ અને પાનધ્રોના વિસ્તરણનો સમાવેશ થાય છે.
અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્ય મંત્રી  વાસણભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે કચ્છમાં રોજગારીના નવા દ્વાર ખુલશે,તેઓ દ્વારા વખતોવખત દયાન દોરવામાં આવ્યું હતું,અંતે શરૂ કરવામાં આવનાર છે ત્યારે આનંદની વાત કહી શકાય તેમ છે
લખપતનો આ પ્રોજેક્ટ ખનિજ' પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટોમાં 13.5 કરોડ ટન લિગ્નાઈટ અને 180 કરોડ ટન લાઇમસ્ટોનનો સમાવેશ થાય છે. લાઇમસ્ટોનના ઉત્પાદનની કોઇ યોજના નહોતી કે જે સિમેન્ટ ગ્રેડ અને કેમિકલ ગ્રેડ બંને હોય. હેતુ પ્રથમ સપાટી પરના ઉત્પાદન' એમ બે તબક્કે આગળ વધવાની છે. જો કે વર્તમાન અંદાજ એવો નિર્દેશ કરે છે કે, લિગ્નાઇટના ઉપરના હિસ્સામાં પથરાયેલો અડધો જ લાઇમસ્ટોન ઉપયોગમાં લઇ શકાય તેવો છે.
કચ્છ સિવાયના બાકીના નવા ત્રણ પ્રોજેક્ટ ભરૂચ અને સુરત જિલ્લામાં એમ ત્રણેય દક્ષિણ ગુજરાતમાં છે. છ બ્લોકમાંથી સૌથી મોટો ભરૂચ જિલ્લાના વાલિયામાં છે, જેમાં અંદાજે 20 કરોડ ટન લિગ્નાઇટ ધરબાયેલું છે. 3.5 કરોડ ટનની નવી ખાણ દામલાઇમાં છે અને ભરૂચ જિલ્લામાં જ રહેલી આ ખાણ પણ વિકસિત કરાશે.
નોંધનીય છે કે, લિગ્નાઇટ એ `બ્રાઉન કોલ' કહેવાય છે. જી.એમ.ડી.સી. હાલમાં કચ્છમાં માતાના મઢ, ઉમરસર ઉપરાંત તાડકેશ્વર અને ભાવનગર ખાણનું સંચાલન કરે છે. પાનધ્રો ખાણમાંથી મોટાભાગનું ખાણકામ સમાપ્ત થઇ ચૂક્યું છે અને' સેજપારડી ખાણ પણ ખાલી થવામાં છે. હાલમાં માતાના મઢની ખાણ એ સૌથી મોટી છે અને કંપનીના કુલ લિગ્નાઇટ ઉત્પાદનનો ત્રીજો ભાગ અહીંથી ઉત્પાદિત થાય છે. 
કંપનીએ હવે દાવો કર્યો છે કે, માતાના મઢમાં વર્તમાન લિગ્નાઇટ ઉત્પાદન 80થી 90 લાખ ટનના સ્થાને વધીને આગામી વર્ષમાં 90 લાખથી એક કરોડ ટન સુધી વધારવાની યોજના છે. નવા વિસ્તરણમાં કચ્છમાં રહેલો લખપત બ્લોક એ 3000 હેક્ટરને આવરી લેશે, જેમાં પાનધ્રોનું વિસ્તરણ 1000 હેક્ટર અને ભારખંડમના 5000 હેક્ટર ક્ષેત્ર વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતનો ઘાલા બ્લોક 1600 હેક્ટર, દામલાઇનો 1400 હેક્ટર તેમજ વાલિયાના 3000 હેક્ટર ક્ષેત્રને આવરી લેશે. આ ખાણોનું આયુષ્ય 10થી 30 વર્ષનું માનવામાં આવે છે.
કચ્છની ખાસિયત એ છે કે, વિશાળ ભૂમિ અને વસ્તી ઓછી છે, જ્યારે જમીન સંપાદન દક્ષિણ ગુજરાતમાં વધુ મોંઘું પડે છે. દરમ્યાન, ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વર્તુળોએ કહ્યું કે, લિગ્નાઇટ એ કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટે સોનું છે. જો કે, જી.એમ.ડી.સી.ની બદલતી રહેતી નીતિથી સતત ઉતાર-ચડાવ આવ્યા છે. પાનધ્રોનું લિગ્નાઇટ ગુણવત્તામાં ઊંચું હતું અને દેશભરમાં જબરજસ્ત માંગ સાથે જતું હતું, પરંતુ ઉત્પાદન બંધ થયું. હવે પાનધ્રો ખાણમાં નવા વિસ્તરણના સમાચારથી આશા જાગી છે. માતાના મઢ ખાણમાંથી ઉત્પાદિત લિગ્નાઇટની માંગ ગુણવત્તાને લીધે ઓછી રહે છે. જો કે, ઉમરસર ખાણની ગુણવત્તા પ્રમાણમાં સારી હોવાથી અને પરિવહનના અન્ય નવા ખાનગી વિકલ્પથી વ્યવસાય સચવાઇ રહ્યો છે.તે પણ એક હકીકત છે
ભુજના ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે સંકળાયેલા નરેન્દ્રભાઈ મીરાંનીના જણાવ્યા પ્રમાણે જી.એમ.ડી.સી.દ્વારા રોકાણની જે વાત છે તેનાથી કચ્છના ટ્રાન્સપોર્ટ ઉધોગને વધુ વેગ મળશે. અનેક લોકોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોઃ 

સુડી ચપ્પા બનાવનારા કચ્છના રેહા નાના ગામના આર્ટિઝનો સાથે મુલાકાત કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
6minesannouncementGujaratFirstindustryKutchTransport
Next Article