Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET UG પરીક્ષા કોઈપણ ઉંમરે આપી શકાશે, વય મર્યાદા હટાવવામાં આવી

દેશમાં મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે આજે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હા હવે મેડિકલ વિભાગમાં એન્ટ્રન્સ પરીક્ષા માટે NEET UGમાં બેસવા માટે જે વય મર્યાદા હતી તેને હટાવી દેવામાં આવી છે. દેશમાં તબીબી શિક્ષણની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું છે કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-UGમાં બેસવા માટેની વય મર્યાદા તમામ ઉમેદવારો માટે દૂર કરવામાં àª
neet ug પરીક્ષા કોઈપણ
ઉંમરે આપી શકાશે  વય મર્યાદા હટાવવામાં આવી

દેશમાં મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ
માટે આજે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હા હવે મેડિકલ વિભાગમાં એન્ટ્રન્સ
પરીક્ષા માટે
NEET UGમાં બેસવા માટે જે વય મર્યાદા હતી તેને હટાવી દેવામાં
આવી છે.
દેશમાં
તબીબી શિક્ષણની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું છે કે
અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા
NEET-UGમાં બેસવા માટેની વય મર્યાદા તમામ ઉમેદવારો માટે દૂર કરવામાં આવી છે.
અગાઉ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા
25 વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે 30 વર્ષ હતી. કમિશનના સચિવ ડૉ. પુલકેશ કુમારે
જણાવ્યું હતું કે ગયા વર્ષે ઑક્ટોબરમાં મળેલી ચોથી
NMC બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને સંબોધિત પત્રમાં, ડૉ. કુમારે એજન્સીને NEET UG ના માહિતી બુલેટિનમાંથી મહત્તમ વય
માપદંડ દૂર કરવા જણાવ્યું છે.
ડૉ. પ્રમોદ કુમારે કહ્યું કે ચોથી NMC મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે NET UG પરીક્ષામાં બેસવા માટે કોઈ નિશ્ચિત
ઉચ્ચ વય મર્યાદા હોવી જોઈએ નહીં. તેથી
, માહિતી બુલેટિન તે મુજબ સુધારી શકાય છે. NEET MBBS, BDS અને કેટલાક અન્ય સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ભારતમાં એકમાત્ર
પ્રવેશ પરીક્ષા છે. દર વર્ષે લગભગ
15 લાખ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે છે. NEET પરીક્ષામાં ઉમેદવારોને તેમના સ્કોર અનુસાર કોલેજો ફાળવવામાં આવે છે.

Advertisement

Tags :
Advertisement

.