Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયા માટે વિલન બની અફઘાનિસ્તાનની ટીમ, આવતીકાલે ઇગ્લેંડની જીતથી ખતમ થશે કાંગારૂઓની સફર

ડિફેંટિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (Australia)માટે અફઘાનિસ્તાનની (Afghanistan)ટીમ સૌથી મોટી વિલન સાબિત થઇ છે. શુક્રવારે એડિલેડના મેદાન પર રમાયેલી ટી20 વર્લ્ડકપ 2022 ના ગ્રુપ 1 મુકાબલામાં અફઘાનિસ્તાનની નબળી ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જોરદાર રમત રમી અને કાંગારૂ ટીમને પોતાની મોટી જીત નોંધાવાના ઇરાદા પર પાણી ફેરવી દીધું. આ મેચમાં ભલે જ અફઘાનિસ્તાનની ટીમ 4 રનથી હારી ગઇ, પરંતુ તેનાથી ઓસ્ટ્રેલિયાà
ઓસ્ટ્રેલિયા માટે વિલન બની અફઘાનિસ્તાનની ટીમ  આવતીકાલે ઇગ્લેંડની જીતથી ખતમ થશે કાંગારૂઓની સફર
ડિફેંટિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (Australia)માટે અફઘાનિસ્તાનની (Afghanistan)ટીમ સૌથી મોટી વિલન સાબિત થઇ છે. શુક્રવારે એડિલેડના મેદાન પર રમાયેલી ટી20 વર્લ્ડકપ 2022 ના ગ્રુપ 1 મુકાબલામાં અફઘાનિસ્તાનની નબળી ટીમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જોરદાર રમત રમી અને કાંગારૂ ટીમને પોતાની મોટી જીત નોંધાવાના ઇરાદા પર પાણી ફેરવી દીધું. આ મેચમાં ભલે જ અફઘાનિસ્તાનની ટીમ 4 રનથી હારી ગઇ, પરંતુ તેનાથી ઓસ્ટ્રેલિયાને ખૂબ મોટી મુશ્કેલીમાં મુકી દીધી. 
ઓસ્ટ્રેલિયા માટે વિલન બની અફઘાનિસ્તાનની ટીમ
આ મેચમાં પહેલાં બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા અને અફઘાનિસ્તાનને જીત માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો. ઓસ્ટ્રેલિયાને પોતાનો નેટ રનરેટ ઇગ્લેંડ કરતાં સારી કરવા માટે અફઘાનિસ્તાનને 118 અથવા તેનાથી ઓછા રનથી રોકવાની જરૂર નથી, પરંતુ એવું નથી. અફઘાનિસ્તાને જવાબમાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 164 રન બનાવી દીધા.
આવતીકાલે ઇગ્લેંડ જીતતાં જ ખતમ થઇ જશે કાંગારૂઓની સફર
ભલે જ અફઘાનિસ્તાન પર જીત સાથે ઓસ્ટ્રેલિયાના હવે 7 પોઇન્ટ થઇ ગયા છે, પરંતુ નેટ રનરેટના મામલે તે ઇગ્લેંડ કરતાં પાછળ છે. હવે ઇગ્લેંડને સેમીફાઇનલમાં જગ્યા બનાવવા માટે શ્રીલંકા પર ફક્ત એક જીતની જરૂર રહેશે. આવતીકાલે શનિવારે 5 નવેમ્બરના રોજ સિડનીમાં રમાયેલી ટી20 વર્લ્ડકપના ગ્રુપ 1 મુકાબલામાં જો ઇગ્લેંડને શ્રીલંકાને હરાવી દીધું તો ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ જશે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ હવે સંપૂર્ણપણે શ્રીલંકા પર નિર્ભર
શ્રીલંકા પર જીત સાથે જ ઇગ્લેંડ ગ્રુપ 1 ની પોઇન્ટ્સ ટેબલમાં 7 પોઇન્ટ અને ઓસ્ટ્રેલિયા કરતાં સારી નેટ રનરેટના આધાર પર સેમીફાઇનલમાં જગ્યા પાકી કરી લેશે. હવે ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા વિરૂદ્ધ ઇગ્લેંડની હારની દુવા કરવી પડશે. ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલમાં જગ્યા પાકી કરવા માટે હવે સંપૂર્ણપણે શ્રીલંકા પર નિર્ભર છે. શ્રીલંકા જો ઇગ્લેંડને હરાવી દે છે, તો અંગ્રેજ ટીમના ફક્ત 5 પોઇન્ટ જ રહેશે. એવામાં ઓસ્ટ્રેલિયા પોતાના 7 પોઇન્ટના આધારે સેમીફાઇનલમાં જગ્યા પાકી કરી લેશે. 
Advertisement
Tags :
Advertisement

.