વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને આવકારવા વહીવટીતંત્ર સજ્જ, ભુજને દુલ્હનની જેમ શણગારાયું, જોઈ લો તસવીરો...
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સ્મૃતિવન, સરહદ ડેરીના નવા પ્લાન્ટ, અંજારના વીર બાળ સ્મારક સહીતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી રહ્યા છે અને ભુજ ખાતે તેઓ કચ્છની પ્રજાને સંબોધન કરશે ત્યારે પ્રધાનમંત્રીના સ્વાગત માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ભુજની વિવિધ સરકારી ઇમારતો, શહેરના તમામ સર્કલ, સ્મૃતિવન વગેરેને વિવિધ કલરફુલ રોશની, એલ.ઇ.ડી લાઇટથી દુલ્હન જેમ શણગારવામાં આવ્યું
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સ્મૃતિવન, સરહદ ડેરીના નવા પ્લાન્ટ, અંજારના વીર બાળ સ્મારક સહીતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે કચ્છ આવી રહ્યા છે અને ભુજ ખાતે તેઓ કચ્છની પ્રજાને સંબોધન કરશે ત્યારે પ્રધાનમંત્રીના સ્વાગત માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ભુજની વિવિધ સરકારી ઇમારતો, શહેરના તમામ સર્કલ, સ્મૃતિવન વગેરેને વિવિધ કલરફુલ રોશની, એલ.ઇ.ડી લાઇટથી દુલ્હન જેમ શણગારવામાં આવ્યું છે.
જેમાં ભુજમાં ભુજીયા ડુંગરમાં આકાર પામેલા સ્મૃતિવન વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા આવ્યા છે અને રાત્રીના સમયેએ નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે
સર્કિટ હાઉસ
બહુમાળી ભવન
ભુજ કોર્ટ
જયુબિલી સર્કલ
મુકત જીવન સર્કલ
વડાપ્રધાનશ્રીના આગમનની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કચ્છ પ્રત્યે પ્રધાનમંત્રીને વિશેષ લગાવ છે ત્યારે કચ્છીમાડુઓ પણ તેમના પ્રત્યે અનન્ય લાગણી ધરાવે છે. ભુજમાં ભુજીયા ડુંગરમાં આકાર પામેલા સ્મૃતિવન, કલેકટર કચેરી, સર્કિટ હાઉસ, બહુમાળી ભવન, ભુજ કોર્ટ, જયુબિલી સર્કલ, મુકત જીવન સર્કલ વગેરે સ્થળોને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા છે. રાત્રે રોશનીના નયનરમ્ય દશ્યો સર્જાતા દિવાળી પહેલા જ ભુજમાં દિપાવલી પર્વ જેવો માહોલ ઉભો થયો છે. શહેરીજનોમાં પણ લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીને આવકારવા થનગનાટ જોવા મળી રહ્યો છે