Oh My God..પેપરલીક કાંડના આરોપીઓ આ રીતે પેપર વેચવાના હતા
Gujarat ATSની પ્રેસ કોન્ફરન્સપેપરલીક કાંડમાં 16 આરોપી ઝડપાયાએજ્યુકેશનલ સર્વિસ ચલાવતી ટોળકીનું આ કારસ્તાનપેપર લાવનાર જીત નાયક પણ ઝડપાયોહૈદરાબાદની કે.એલ.હાઇટેક પ્રેસમાંથી પેપર લીક થયુવ્યવસ્થિત ચેનલ ગોઠવી પેપર વેચવાના હતાજુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ગુજરાત એટીએસે તાબડતોબ કાર્યવાહી કરીને 16 આરોપીને ઝડપી પાડ્યા છે. કેવી રીતે ગુજરાત એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું તà«
01:16 PM Jan 29, 2023 IST
|
Vipul Pandya
- Gujarat ATSની પ્રેસ કોન્ફરન્સ
- પેપરલીક કાંડમાં 16 આરોપી ઝડપાયા
- એજ્યુકેશનલ સર્વિસ ચલાવતી ટોળકીનું આ કારસ્તાન
- પેપર લાવનાર જીત નાયક પણ ઝડપાયો
- હૈદરાબાદની કે.એલ.હાઇટેક પ્રેસમાંથી પેપર લીક થયુ
- વ્યવસ્થિત ચેનલ ગોઠવી પેપર વેચવાના હતા
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટનામાં ગુજરાત એટીએસે તાબડતોબ કાર્યવાહી કરીને 16 આરોપીને ઝડપી પાડ્યા છે. કેવી રીતે ગુજરાત એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું તેની સિલસિલાબંધ કહાણી અત્રે પ્રસ્તુત છે
ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સહિતના અન્ય આરોપીઓ પર વોચ
ગુજરાત એટીએસના એસપી સુનિલ પાઠકે પ્રેસ કોન્ફરન્સમાં કહયું કે એટીએસ દ્વારા અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સહિતના અન્ય આરોપીઓ પર વોચ રાખવામાં આવી હતી અને ત્યારે શનિવારે બાતમી મળી હતી કે ઓરિસ્સાનો પ્રદીપ નાયક તથા ભાસ્કર અને કેતન સાથે મળીને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર વડોદરામાં વિદ્યાર્થીઓને વેચવાનો છે.
શનિવારે રાત્રે દોઢ વાગે પેપર વેચતા પહેલા પકડી લેવાયા
બાતમીના આધારે એટીએસે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા એસઓજીની મદદ લઇને પોલીસે મુખ્ય આરોપી પ્રદીપ બિજયા નાયક તથા કેતન બળદેવ બારોટ તથા ભાસ્કર ગુલાબચંદ ચૌધરીને શનિવારે રાત્રે દોઢ વાગે પેપર વેચતા પહેલા પકડી લેવાયા હતા. તેમની પાસેથી પરીક્ષાના પેપર મળ્યા હતા અને તેની ખરાઇ કરાતા તે મુળ પેપર સાથે મળતા આવ્યા હતા.
પેપર તેના ઓળખીતા ઓરિસ્સાના જીત નાયકે આપ્યા હતા
ત્યારબાદ પ્રદીપની પુછપરછ કરાતા તેણે કહ્યું કે તેને આ પેપર તેના ઓળખીતા ઓરિસ્સાના જીત નાયકે આપ્યા હતા. જીત નાયક હૈદરાબાદની કે.એલ.હાઇટેક પ્રેસમાં નોકરી કરે છે. પ્રદીપે સરોજ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. તેણે આ પેપર તેના સાગરીતો મોરારી, કમલેશ, ફિરોજ, સર્વેશ, મિન્ટુ તથા પ્રભાત અને મુકેશ ને ગુજરાતમાં વેચવા માટે ચેનલ ગોઠવી આપી હતી.
ગુજરાતના એજન્ટો હાર્દિક, પ્રણવ, અનિકેત અને રાજ બારોટને પણ ત્યાં બોલાવ્યા હતા
મિન્ટુએ વડોદરામાં સ્ટેકવાઇઝ ટેકનોલોજીના કોમ્પ્યુટર પરીક્ષાનું સેન્ટર ચલાવતા ભાસ્કર અને અમદાવાદની દિશા એજ્યુકેશનના કેતનનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ તમામ વડોદરા આવ્યા હતા. તેમણે ગુજરાતના એજન્ટો હાર્દિક, પ્રણવ, અનિકેત અને રાજ બારોટને પણ ત્યાં બોલાવ્યા હતા.
જીત નાયકને પણ હૈદરાબાદથી ઝડપી લેવાયો
પોલીસે સ્ટેકવાઇઝ કંપની પર દરોડો પાડીને તમામને ઝડપી લીધા હતા. જીત નાયકને પણ હૈદરાબાદથી ઝડપી લેવાયો છે અને તેને અમદાવાદ લાવવાની કાર્યવાહી કરાઇ છે.
પેપરલીક કાંડમાં આ આરોપી ઝડપાયા
- પ્રદીપ નાયક
- કેતન બારોટ
- ભાસ્કર ચૌધરી
- મુરારી પાસવાન
- કમલેશ ચૌધરી
- ફિરોજ આલમ
- સર્વેશ સુર્યદેવનારાયણ
- મીન્ટુ રાય
- મુકેશ રામ બાબુ
- પ્રભાત શશીધર
- અનિકેત ભટ્ટ
- રાજ બારોટ
- પ્રણય શર્મા
- હાર્દિક શર્મા
- નરેશ મોહંતી
- જીત નાયક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article