Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુવાનોને પણ શરમાવે એવા સુરત ના 93 વર્ષ ના એથ્લેટિક દાદા

કોરોના મહામારી બાદ લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ વધી છે.  દરરોજ સવારે વોર્મિંગ, એક્સરસાઇઝ, સાઇક્લિંગ કરી  લોકો સ્વાસ્થ્યની પૂરતી તાકેદારી રાખી રહ્યા છે. પરંતુ આજે વાત કરવી છે એક ખાસ વ્યક્તિ વિશે..આ વ્યક્તિ એટલે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા ૯૩ વર્ષીય હરીશદાદા...જેઓ એથ્લેટિક્સમાં  સ્ટેટ અને  ઇન્ટરનેશનલ લેવલે અનેક શિલ્ડ, ચંદ્રકો અને પ્રમાણપત્ર મેળવી ચૂક્યા છે. તેઓ તાજેતàª
06:19 AM Dec 20, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારી બાદ લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ વધી છે.  દરરોજ સવારે વોર્મિંગ, એક્સરસાઇઝ, સાઇક્લિંગ કરી  લોકો સ્વાસ્થ્યની પૂરતી તાકેદારી રાખી રહ્યા છે. પરંતુ આજે વાત કરવી છે એક ખાસ વ્યક્તિ વિશે..આ વ્યક્તિ એટલે સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા ૯૩ વર્ષીય હરીશદાદા...જેઓ એથ્લેટિક્સમાં  સ્ટેટ અને  ઇન્ટરનેશનલ લેવલે અનેક શિલ્ડ, ચંદ્રકો અને પ્રમાણપત્ર મેળવી ચૂક્યા છે. તેઓ તાજેતરમાં નડિયાદ ખાતે યોજાયેલી ગુજરાત રાજ્યની એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને ગોળાફેંક અને ૧૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવી યુવાવર્ગના પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

ગોળાફેંક અને દોડની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લે છે 
સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા ૯૩ વર્ષીય હરીશ જીવણજી દેસાઇ બેંકના નિવૃત્ત કર્મચારી તરીકે જીવન ગુજારી રહ્યા છે, શિસ્તના આગ્રહી હરીશદાદાના શરીરની તંદુરસ્તી યુવાનોને પણ શરમાવે એવી છે. તેઓ આજે વૃદ્ધ હોવા છતાં રોજ વહેલી સવારે સમયસર ઊઠી એક કલાક કસરત અને એક કલાક ગોળાફેંક, દોડની પ્રેક્ટિસ કરે છે. સ્પોર્ટ્સમેન હરીશ દેસાઇ સુરત એથ્લેટ્સ ગ્રૂપના અગ્રણી સભ્ય છે. 
૧૦૦ કરતાં વધુ શિલ્ડ, ચંદ્રકો અને પ્રમાણપત્રો મેળવ્યા છે
છેલ્લા કેટલાક વર્ષથી ગોળાફેંક અને દોડની ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવાનો તેમનો શોખ છે. પોતાની તંદુરસ્તીની જાળવણી માટે સતત પ્રયત્નશીલ બનીને અન્ય શહેરોમાં અનેક ચેમ્પિયનશિપમાં ભાગ લઇને ૧૦૦ કરતાં વધુ શિલ્ડ, ચંદ્રકો અને પ્રમાણપત્રો મેળવ્યા છે. અઢી વર્ષ અગાઉ ૯૦ વર્ષની ઉંમરે હરીશ દેસાઇએ મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં યોજાયેલી એશિયાડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા

ફેબ્રુઆરીમાં ચંદીગઢ ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ 
તાજેતરમાં નડિયાદ ખાતેની સ્ટેટ લેવલની ચેમ્પિયતશિપમાં ગોળાફેંક અને ૧૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.  ગત તા. ૧૦ નવેમ્બર ૨૨ના રોજ ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં તેમની ઉંમરના અન્ય સભ્યોની સામે ગોળાફેંક અને ૧૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હરીશ દેસાઇ એથ્લેટિક્સની આ તમામ ચેમ્પિયનશિપમાં શિલ્ડ કે ચંદ્રક મેળવવામાં તેમના કોચ મોહન મોર્યાનો પણ આભાર માને છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ચંદીગઢ ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લેવા તેઓ આતુર છે. 

બેંક વર્ક કે શોપિંગ કરવા તેઓ જાતે સ્કૂટર ચલાવી જાય છે
કોઇપણ કામમાં આળસને ખંખેરીને બેંક વર્ક કે શોપિંગ કરવા તેઓ પોતે સ્કૂટર ચલાવી જાય છે. સમયાંતરે પોતાના ખેતરની મુલાકાતે પણ જાય છે. ૯૨ વર્ષે તંદુરસ્ત જીવન માટે તેઓ શિસ્ત અને સમયનું પાલનને વધુ મહત્વ આપે છે. વિદ્યાર્થી અને કોલેજકાળમાં તેઓ ટેનિસ, બેડમિન્ટન, રાઇફલ શૂટિંગ અને એનસીસીમાં પણ ભાગ લઇને સ્પોર્ટ્સના આધારે બેંકમાં સર્વિસ મેળવીને હવે નિવૃત્ત જીવન જીવે છે.
શહેરમાં નેશનલ એથ્લેટ્સ માટે ગ્રાઉન્ડની ઉણપ
સુરત શહેર રાજ્યનું આર્થિક પાટનગર તરીકે ઓળખાય છે. હીરા, કાપડના બિઝનેસમાં વિશ્વકક્ષાએ સુરત શહેરનું નામ ઉજળું બન્યું છે, પરંતુ રમતગમત પ્રત્યેની રુચિમાં ઉદાસીન બાબત છે. સુરત શહેરમાં એથ્લેટિક્સ પ્રેક્ટિસ માટે યુવાનો માટે યોગ્ય ગ્રાઉન્ડ નથી. ઉપરાંત અનેક સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા નથી, જે ગંભીર બાબત છે. એમ શહેરના વૃદ્ધ એથ્લેટ હરીશ દેસાઇએ ટકોર કરી હતી.
ફિટનેસ માટે યોગ્ય ખોરાક અને કસરત જરૂરી
આજકાલ ૩૦ વર્ષના યુવાનોને ડાયાબિટીસ, હાર્ટએટેક ની બીમારી લાગુ પડે છે, જે અંગે યુવાવર્ગને હરીશ દેસાઇ એ સંદેશો પાઠવતા જણાવ્યું છે કે યુવાવર્ગ જંકફૂડ, તળેલા પદાર્થો ખાવાથી દૂર રહેવું, દૂધ અને પૌષ્ટિક ખોરાક લેવો, રોજ સવારે વોકિંગ, સાઇકલિગ અને સ્વિમિંગ જેવી જુદી જુદી કસરત કરવાથી શરીર તંદુરસ્ત અવશ્ય રહે છે.
આ પણ વાંચોઃ  8 પ્રજ્ઞાચક્ષુએ રેમ્પ વોક કર્યું, 13થી પણ વધુ સિક્વન્સમાં મોડેલને પણ શરમાવે તેવો જુસ્સો દેખાડ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
93YearsathleticFebruarygrandfatherGujaratFirstNationalChampionshipsOldAgeSuratwonmedals
Next Article