Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

FIFA World Cup ની ફાઈનલમાં તૂટ્યો Google Search નો 25 વર્ષનો રેકોર્ડ, દુનિયાભરના લોકોએ સર્ચ કરી એક જ ચીજ...

કતારમાં રમાયેલ ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. આ દરમિયાન બંને ટીમો તરફથી શાનદાર રમત જોવા મળી હતી. પરંતુ અંતે મેચ પેનલ્ટી શૂટ આઉટ સુધી પહોંચી અને અહીં લિયોનેલ મેસીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફ્રાંસને 4-2થી હરાવી ત્રીજી વખત ટાઈટલ પર કબજો કર્યો. આ મેચ માટે દુનિયાભરના લોકો કેટલા ક્રેઝી સાબિત થયા તે Google ના CEO ના ટ્àª
12:51 PM Dec 19, 2022 IST | Vipul Pandya
કતારમાં રમાયેલ ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) ની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. આ દરમિયાન બંને ટીમો તરફથી શાનદાર રમત જોવા મળી હતી. પરંતુ અંતે મેચ પેનલ્ટી શૂટ આઉટ સુધી પહોંચી અને અહીં લિયોનેલ મેસીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફ્રાંસને 4-2થી હરાવી ત્રીજી વખત ટાઈટલ પર કબજો કર્યો. આ મેચ માટે દુનિયાભરના લોકો કેટલા ક્રેઝી સાબિત થયા તે Google ના CEO ના ટ્વીટ પરથી સમજી શકાય છે. 
રવિવારે આખી દુનિયા માત્ર એક જ વસ્તુમાં વ્યસ્ત હતી
ઘરે બેઠા દુનિયાભરની કોઇ પણ ચીજ સર્ચ કરવી હોય તો તેને તમે આજે આસાનીથી સર્ચ કરી શકો છે. જ્યારથી Google આવ્યું છે ત્યારથી લોકોના કામ ખૂબ જ સરળ બની ગયા છે. દુનિયાના એક ખૂણામાં બેઠેલા વ્યક્તિએ બીજા ખૂણે એટલે કે હજારો કિલોમીટર દૂર શું થઇ રહ્યું છે કે તેના વિશે માહિતી મેળવવી હોય ત્યારે તમને સૌથી પહેલા Google જ યાદ આવે છે. આજે દુનિયાભરના લોકો દરરોજ Google પર સર્ચ કરે છે. પરંતુ જ્યારે વિશ્વભરના લોકો એક જ સમયે એક જ વસ્તુ સર્ચ કરે છે, ત્યારે રેકોર્ડ્સ પણ નષ્ટ થાય છે. રવિવારની સાંજે પણ કઇંક આવું જ થયું. જ્યારે આખું વિશ્વ ફિફા વર્લ્ડ કપ 2022 વિશે સર્ચ કરી રહ્યું હતું. રવિવારે કતારમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2022 ફૂટબોલની ફાઇનલ મેચ રમાઈ રહી હતી. આ સમય દરમિયાન આખી દુનિયા માત્ર એક જ વસ્તુમાં વ્યસ્ત હતી, તે હતી ફૂટબોલ. 
Google CEOની ટ્વીટ
આ અંગે Googleના CEO સુંદર પિચાઈએ પોતે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ સોમવાર, 19 ડિસેમ્બરના રોજ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, FIFA વર્લ્ડ કપ ફાઈનલ (#FIFAWorldCup) દરમિયાન, Google સર્ચે તેના 25 વર્ષોના અસ્તિત્વમાં અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રાફિક નોંધ્યો છે. એવું લાગતું હતું કે આખી દુનિયાના લોકો માત્ર એક જ વસ્તુ શોધી રહ્યા છે. આ પહેલા સુંદર પિચાઈએ તે પણ લખ્યું હતું કે, અત્યાર સુધીની શ્રેષ્ઠ રમતોમાંથી એક. આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની શ્રેષ્ઠ મેચ. કોઇ પણ મેસ્સીથી વધુ તેનો હકદાર નથી. તે અમુક અંશે સાચું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, આખી દુનિયાએ સૌથી અદભૂત ફિનાલે જોવા મળી. 

અત્યાર સુધીની સૌથી રોમાંચક ફાઇનલ મેચ
ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની આ રોમાંચક મેચમાં ક્ષણે ક્ષણે પાસાઓ બદલાતા રહ્યા. શરૂઆતમાં આ મેચ એક તરફી જોવા મળી હતી. 90 મિનિટની રમત બાદ સ્કોર 2-2ની બરાબરી પર રહ્યો હતો. વધારાની 30 મિનિટની રમત બાદ સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી મેચનું પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી આવ્યું. ખૂબ જ ક્લોઝ-ફાઈટ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. પ્રથમ હાફ આર્જેન્ટીનાના નામે રહ્યો હતો. આ પછી બીજા હાફમાં Mbappe એ બે મિનિટમાં બે ગોલ કરીને ટીમને બરાબરી પર લાવી દીધી હતી. અંતે મેસ્સીની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ રીતે આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-2 થી હરાવીને ફરી એકવાર FIFA વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો.
આ પણ વાંચો - મેસ્સીના ફેન માટે આવ્યા Good News, રિટાયર્મેન્ટને લઇને આપ્યું સૌથી મોટું નિવેદન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArgentinaArgentina'svictoryArgentinavsFranceFIFAWorldCup2022FIFAWorldCupQatar2022GoogleSearchGoogleSearchingRecordGujaratFirstLionelMessirecord
Next Article