Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દાંતા ભટીયાણીસા બાયોસા મંદિર ખાતે 22મો પાટોત્સવ ઉજવાયો

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા ગામે મા અંબાનું પ્રાચીન મંદિર (Temple) ઉપલાવાસ ખાતે આવેલું છે. અંબાજી ખાતે ભાદરવી મેળામાં ચાલતા આવતા માઇ ભકતો દાંતા ખાતે માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી (Ambaji) તરફ આવતા હોય છે. દાંતા (Danta) એટલે રાજવી નગરી તરીકે ઓળખાય છે. દાંતા ખાતે મા અંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે ત્યારે દાંતા ઉપલાવાસમાં રાજગઢી પાસે ભટીયાણીસા બાયોસાનું મંદિર આવેલું છે. આજà«
05:48 PM Feb 03, 2023 IST | Vipul Pandya
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા ગામે મા અંબાનું પ્રાચીન મંદિર (Temple) ઉપલાવાસ ખાતે આવેલું છે. અંબાજી ખાતે ભાદરવી મેળામાં ચાલતા આવતા માઇ ભકતો દાંતા ખાતે માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી (Ambaji) તરફ આવતા હોય છે. દાંતા (Danta) એટલે રાજવી નગરી તરીકે ઓળખાય છે. દાંતા ખાતે મા અંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે ત્યારે દાંતા ઉપલાવાસમાં રાજગઢી પાસે ભટીયાણીસા બાયોસાનું મંદિર આવેલું છે. આજે દાંતા ખાતે માતા રાણી ભટીયાણીસા માતા મંદિરે 22 માં પાટોત્સવને લઈને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
નવચંડી યજ્ઞનું આયોજન
દાંતા ઉપલાવાસ ખાતે જસોલ ધણિયાણી માતા રાણી ભટીયાણીસા માતાના નવીન મંદિરના 22મા પાટોત્સવ પ્રસંગે મંદિરને શણગારવામાં આવ્યું હતું. આ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યજમાન યજ્ઞમાં જોડાયા હતા. આ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી ભટીયાણીસા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને માતાજીને સુંદર શણગાર કરાયો હતો. મંદિર ખાતે બપોરે અને સાંજે ભક્તો માટે વિશેષ ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વિવિધ કાર્યક્રમો યોજાયા
આ ભોજન પ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. બપોર બાદ મંદિર ખાતે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને સાંજે માતાજીને વિશેષ આરતી કરવામાં આવી હતી. માતારાણી ભટીયાણીસા બાયોસા સેવા મંડળ સમસ્ત ઉપલા વાસ રાજપૂત સમાજ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે રાત્રે ભજન રાતી જાગો પણ યોજવામાં આવ્યો હતો. મંદિરના પ્રાંગણમાં સાંજે ભજન સંધ્યા પણ યોજાઈ હતી જેમાં ભક્તોએ ભજન સંધ્યામાં હાજર રહીને માતાજીની આરાધના અને ભક્તિ કરી હતી.
આ ધામ છોટાસો જસોલ થી ઓળખાય છે
વર્ષ દરમિયાન મહા મહિનાની અજવાળી તેરસના રોજ આ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાય છે. આજે પણ વહેલી સવારથી જ આ ધામ પર ગુજરાત અને રાજસ્થાન સહીત અન્ય જગ્યાએથી ભક્તો દર્શન કરવા આવ્યા હતા. દાંતા ઉપલા વાસ ખાતે રાજગઢી પાસે આવેલા આ મંદિરમાં વર્ષ દરમિયાન ભક્તો અવારનવાર માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભટીયાણીસા બાયોસાનું મુખ્ય સ્થાન રાજસ્થાનના જસોલમાં આવેલું છે. એટલે દાંતા ખાતે આવેલા આ મંદિરને છોટોસો જસોલ થી ઓળખાય છે.
આ પણ વાંચો - શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiBiosaTempleDantaGujaratFirstPatotsavઅંબાજીપાટોત્સવબાયોસામંદિર
Next Article