Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક એવો દિવસ જેણે ભારતીય ક્રિકેટને અપાવી એક ખાસ ઓળખ

1983 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ હતી. ક્રિકેટ જગતમાં આ ત્રીજી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હતી. આજે અમે તમને 1983ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ભારતે જીતીને આ સિદ્ધિ મેળવી હતી. તો ચાલો એક નજર તે ઐતિહાસિક જીત પર.મહત્વનું છે કે, 25 જૂનનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો દિવસ ભારતની બે મહત્વપૂર્ણ ઘટનાઓ માટે ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલà
એક એવો દિવસ જેણે ભારતીય ક્રિકેટને અપાવી એક ખાસ ઓળખ
1983 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ હતી. ક્રિકેટ જગતમાં આ ત્રીજી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હતી. આજે અમે તમને 1983ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ભારતે જીતીને આ સિદ્ધિ મેળવી હતી. તો ચાલો એક નજર તે ઐતિહાસિક જીત પર.
મહત્વનું છે કે, 25 જૂનનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો દિવસ ભારતની બે મહત્વપૂર્ણ ઘટનાઓ માટે ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલો છે. સૌથી પહેલા, લગભગ 47 વર્ષ પહેલા, 25 જૂન, 1975ના રોજ, ઈન્દિરા ગાંધીના કહેવા પર, તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતમાં ઈમરજન્સી લાદવાની જાહેરાત કરી હતી. બીજું, 25 જૂન, 1983ના રોજ, ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવની કપ્તાની હેઠળ, ભારતે લોર્ડ્સમાં તેની રમતની શક્તિ દર્શાવતા વિશ્વ કપનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. અમે એ સુવર્ણ ઈતિહાસની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે ભારતે કપિલ દેવના નેતૃત્વમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો. 1983ના વર્લ્ડ કપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો આમને-સામને હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવ હતા અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન ક્લાઈવ લોઈડ હતા. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી. 
મહત્વનું છે કે, તે સમયે ક્રિકેટમાં દરેક મેચ 60 ઓવરની હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ બેટિંગ શરૂ કરી હતી પરંતુ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પહેલો ફટકો 2 રન પર સુનીલ ગાવસ્કરના રૂપમાં લાગ્યો હતો. આ પછી કૃષ્ણમાચારી શ્રીકાંતે કેટલાક સારા શોટ રમ્યા પરંતુ 38 રન બનાવીને તે આઉટ થઈ ગયા. જોકે, તે મેચમાં ભારત તરફથી શ્રીકાંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે મોહિન્દર અમરનાથે 26 રન બનાવ્યા તો સંદીપ પાટીલે 27 રનની ઉપયોગી ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને 183 સુધી પહોંચાડી દીધી. જો બોલિંગની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝ તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સર એન્ડી રોબર્ટ્સનું હતું જેણે 10 ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વળી, માર્શલ અને હોલ્ડિંગ અને ગોમ્સે બે-બે વિકેટ લીધી હતી.
1980ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝની ટીમની ગણતરી આખી દુનિયાની સૌથી મજબૂત ટીમોમાં થતી હતી. પરંતુ આ મેચમાં તે ટકી શકી ન હતી અને માત્ર 140 રન બનાવીને ભારત સામે આઉટ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, ઈનિંગની શરૂઆત તેમના માટે સારી રહી ન હતી અને પહેલી વિકેટ 5 રનમાં ગ્રીનીઝના રૂપમાં પડી હતી. આ પછી વિવિયન રિચર્ડ્સે 33 અને ડુજોને 25 રન બનાવ્યા પરંતુ આખી ટીમ 52 ઓવરમાં જ સમેટાઈ ગઈ. ભારત તરફથી બોલિંગમાં મદન લાલ અને અમરનાથે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બલવિંદર સંધુએ પણ બે વિકેટ ઝડપી હતી.
1983 ક્રિકેટ વર્લ્ડ કપનો ઇતિહાસ
1983નો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં નબળી ટીમ હતી. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ ચમત્કારિક રીતે શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી તેનો કોઈને અંદાજ પણ નહોતો. 1983 ક્રિકેટ વર્લ્ડ કપ 9 જૂનથી 25 જૂન સુધી ઇંગ્લેન્ડમાં રમાયો હતો. આ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયો હતો. આ વર્લ્ડ કપમાં 8 દેશોએ ભાગ લીધો હતો. ભારત અને ઝિમ્બાબ્વેની ટીમે આ વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ કપ 1983 ક્વોલિફાઇંગ ટીમો
1983ના વર્લ્ડ કપમાં 8 ટીમોએ ભાગ લીધો હતો અથવા એમ કહીએ કે 8 ટીમો 1983ના વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી. તમામ 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ગ્રુપ Aમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમો હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા હતા. 1983 પહેલા 1979માં જે વર્લ્ડકપ થયો હતો, વર્લ્ડ કપની અંદર જ્યાં ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં ગઈ હતી, તે જ ટીમ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફાઈનલ રમતી જોવા મળી હતી. 1983 વર્લ્ડ કપમાં, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 મેચ રમાઈ હતી, 3 મેચ ટેન્ટ બ્રિજ પર રમાઈ હતી, 3 મેચ ઓવલની અંદર પણ રમાઈ હતી અને 3 મેચ એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ રમાઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.