ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી, ટ્રૌપદી મુર્મૂ અને યશવંત સિંહા વચ્ચે જોવા મળશે જંગ

ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 4,800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો આજે મતદાન કરશે. એનડીએના દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિંહા વચ્ચે મુકાબલો થશે. દિલ્હીમાં સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન શરૂ થઇ ચુક્યું છે. દેશના વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમીત શાહે મતદાન દિલ્હીમાં મતદાન કર્યું. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મતદાન કર્યુàª
03:31 AM Jul 18, 2022 IST | Vipul Pandya
ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લગભગ 4,800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો આજે મતદાન કરશે. એનડીએના દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિંહા વચ્ચે મુકાબલો થશે. દિલ્હીમાં સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન શરૂ થઇ ચુક્યું છે. દેશના વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમીત શાહે મતદાન દિલ્હીમાં મતદાન કર્યું. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મતદાન કર્યું.

આજે 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વચ્ચે આ મુકાબલો છે. જો આંકડાઓની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવે છે, જોકે પરિણામની ઔપચારિક જાહેરાત 21 જુલાઈએ કરવામાં આવશે. મતદાન પહેલા વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાએ અંતરાત્માના આધારે મતદાન કરવાની અપીલ કરી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોમવારે છત્તીસગઢ વિધાનસભા બિલ્ડિંગમાં મતદાન થવાનું છે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશના 15માં રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈ, સોમવારે ચૂંટણી યોજાવાની છે. 90 સભ્યોની રાજ્ય વિધાનસભાના સભ્યોના મતદાન માટે વિધાનસભા બિલ્ડિંગના કમિટી રૂમ-2માં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. 
સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. 21 જુલાઈએ મતગણતરી થશે અને આગામી રાષ્ટ્રપતિની શપથ ગ્રહણ 25 જુલાઈએ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છત્તીસગઢના ધારાસભ્યના વોટ વેલ્યુ 129 છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) તરફથી દ્રૌપદી મુર્મુ અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈપણ પક્ષ વ્હીપ જારી કરતું નથી. આ બધાની વચ્ચે અહીં અમે તમને ચૂંટણી પ્રક્રિયા વિશે જણાવીશું. રાષ્ટ્રપતિની ચૂંટણી બેલેટ પેપરથી થાય છે, ખાસ વાત એ છે કે સાંસદો લીલા રંગના બેલેટ પેપર દ્વારા મતાધિકારનો ઉપયોગ કરે છે જ્યારે ધારાસભ્યો ગુલાબી બેલેટ પેપરનો ઉપયોગ કરે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી પર એક નજર
- દેશના રાષ્ટ્રપતિ સીધા લોકો દ્વારા ચૂંટાતા નથી.
- લોકસભા-રાજ્યસભાના કુલ 776 સભ્યો મતદાન કરે છે
- રાજ્ય વિધાનસભાઓના 4,809 ધારાસભ્યો પણ મતદાન કરે છે
- લોકસભા અને રાજ્યસભાના મતોનું મૂલ્ય સમાન છે
- ધારાસભ્યોના મતોનું વજન બદલાય છે
- રાજ્યની વસ્તીના આધારે વેઇટેજ નક્કી કરવામાં આવે છે.
- આ ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેલેટ પેપરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોના નામ હોય છે. ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો પસંદગીના ઉમેદવારના નામની આગળ 1 અને પછી બીજા પસંદગીના ઉમેદવારના નામની આગળ 2 લખે છે અને આ ક્રમ ચાલુ રાખે છે. આને પ્રેફરન્શિયલ વોટિંગ તરીકે ઓળખવામાં આવે છે.
- અહીં લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તેમજ તમામ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો હોય છે.
- રાજ્ય વિધાન પરિષદ, લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો આ ચૂંટણીનો ભાગ નથી.
- સાંસદોને લીલા રંગના બેલેટ પેપર આપવામાં આવે છે, જ્યારે ધારાસભ્યો ગુલાબી રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરે છે.
- મતદાન મથક પર સમાન રંગની પેન અને શાહી હોય છે જેના દ્વારા સાંસદો અને ધારાસભ્યો મતદાન કરે છે. એટલે કે કોઈપણ સાંસદ કે ધારાસભ્ય બીજી પેનનો ઉપયોગ કરી શકશે નહીં.
- દેશના સૌથી મોટા રાજ્યોમાંના એક યુપીમાં સાંસદો અને ધારાસભ્યોના વોટનું મૂલ્ય વધારે છે.
- બિહારમાં 242 ધારાસભ્યો ઉપરાંત, ફક્ત 40 LS સાંસદો અને 16 RS સાંસદો તેમના મત આપશે કારણ કે અનંત સિંહને તાજેતરમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

Tags :
DraupadiMurmuElectionGujaratFirstPresidentialElectionPresidentialElection2022VotingYashwantSinha
Next Article