Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં જિલ્લાના કક્ષાના ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

કચ્છમાં જિલ્લાના કક્ષાના ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી કલેકટરેશ્રીએ યુવા મતદારોને જાગૃત બનીને રાષ્ટ્રના નિર્માણમાં મતદાન કરીને સહભાગી બનવાની અપીલ કરી હતી. સાથે જ ચૂંટણી પ્રક્રિયામાં સહયોગ આપનારા તમામ કર્મચારીઓનો આભાર વ્યકત કરીને સૌને રાષ્ટ્રીય
કચ્છમાં જિલ્લાના કક્ષાના ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
કચ્છમાં જિલ્લાના કક્ષાના ૧૩મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી કલેકટરેશ્રીએ યુવા મતદારોને જાગૃત બનીને રાષ્ટ્રના નિર્માણમાં મતદાન કરીને સહભાગી બનવાની અપીલ કરી હતી. સાથે જ ચૂંટણી પ્રક્રિયામાં સહયોગ આપનારા તમામ કર્મચારીઓનો આભાર વ્યકત કરીને સૌને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મતદાનથી વિશેષ કંઇજ નથી 
'' મતદાનથી વિશેષ કંઇ નથી , હું અવશ્ય મતદાન કરીશ '' ની થીમ પર આયોજીત કરાયેલા રાષ્ટ્રીય મતદાતા દિવસ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે અંજાર પ્રાંત અધિકારીશ્રી એમ.વી.દેસાઇને, મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે માંડવી મામલતદારશ્રી એમ.એમ.પ્રજાપતિ, ભુજ(ગ્રામ્ય),  નાયબ મામલતદારશ્રી વિવેક બારહટ તથા અબડાસાના નાયબ મામલતદારશ્રી સલીમ મેમણને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
 

વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન 
આ સાથે વિવિધ સ્પર્ધામાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં એ કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધા જેવી કે, મતદાર જાગૃતિ અંગેનો ઓડિયો-ગીત સંદેશ સ્પર્ધામાં મનફરા સ.ઉ.મા શાળાની ક્રિષ્ના આહીર, અંજારની ડી.વી શાળાનો ધ્રુવ સોની, રાપરની સરસ્વતી કન્યા વિદ્યાલયની સંતોષ જોષી, મતદાર જાગૃતિ અંગેનો વીડીયો સ્પર્ધામાં ભુજ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરની જાહનવી વેકરીયા, ભચાઉ એચ.ડે.ડી કન્યા વિદ્યાલયની વર્ષા વાઘેલા, રતાડીયા ઉ.બુ.વિદ્યાલયના કુલદીપ બારૈયા, ઇ-પોસ્ટર્સ સ્પર્ધામાં ડી.વી અંજારના કલ્પેશ ટાંક, ભચાઉ એચ.ડે.ડી. કન્યા વિદ્યાલયની શોભા પ્રજાપતિ, ડી.વી.અંજારના વિષ્ણુ અહીરનું સન્માન  કરવામાં આવ્યું હતું. 
જયારે બી કેટેગરીની પોસ્ટર ડીઝાઇનમાં કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર ભુજની દેવાંશી રાઘવાણી , ધ્રુતિ ગોરસીયા તથા લાકડીયા હાઇસ્કુલની આરતી પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.

NCC અને NSSમાં જોડાયેલા સભ્યો રહ્યા ઉપસ્થિત 
આ કાર્યક્રમમા NCC (રાષ્ટ્રીય છાત્ર સેના), અને  NSS (રાષ્ટ્રીય સેવા યોજના) માં જોડાયેલા  સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.અંતમાં તમામને રાષ્ટ્રીય ફરજ રૂપે મતદારયાદીમાં નામ નોંધાવવા તથા તમામ ચૂંટણીઓમાં અચુક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપલક્ષ્યમાં ઉપસ્થિત સૌએ મતદાન અંગે શપથ લીધા હતા.  
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.