Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDDBના કારણે આણંદ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે હ્રદય રોગનું નિદાન હવે બનશે શક્ય

કંપની ની સમાજ પ્રત્યે ની જવાબદારીઓ ને નિભાવ માટે સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબ્લીતી ફંડ ફાળવવાનું પ્રવધાન કર્યું છે જેના ભાગ રૂપે આજરોજ આણંદ માં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના વડા મથક ખાતે  આજે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુઘડ બનાવવા માટે ભારતિય ડેરી ક્ષેત્રે મશીન ઉત્પાદન માં અગ્રણી કંપની એવી IDMC દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 10 જેટલàª
nddbના કારણે આણંદ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે હ્રદય રોગનું નિદાન હવે બનશે  શક્ય
કંપની ની સમાજ પ્રત્યે ની જવાબદારીઓ ને નિભાવ માટે સરકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબ્લીતી ફંડ ફાળવવાનું પ્રવધાન કર્યું છે જેના ભાગ રૂપે આજરોજ આણંદ માં આવેલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ના વડા મથક ખાતે  આજે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુઘડ બનાવવા માટે ભારતિય ડેરી ક્ષેત્રે મશીન ઉત્પાદન માં અગ્રણી કંપની એવી IDMC દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ 10 જેટલા પ્રથામીક આરોગ્ય કેન્દ્રો ( PHC) ને ECG મશીન આપવામાં આવ્યા હતા.
Nddb ની સબસિડરી કંપની idmc કે જે ડેરી વ્યવસાય માં ઉપયોગી મશીન નું ઉત્પાદન કરે છે,જે કંપની ના CSR ફંડ માંથી આજરોજ નિવેદિતા ફાઉન્ડેશન થકી જિલ્લા ના ગ્રામ્ય સ્તરે હ્રદય રોગ ના નિદાન માટે હોસ્પિટલ માં પ્રાથમિક જરૂરિયાત ની પૂરતી કરતું ECG મશીન આપવામાં આવ્યા હતા, IDMC દ્વારા આણંદ જિલ્લાના ગ્રામ્ય સ્તરે હ્રદય રોગનું નિદાન શક્ય બને અને હ્રદય રોગ ના નિદાન માટે ગ્રામ્ય સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે 10 જેટલા phc હેલ્થ સેન્ટર પર સી.એસ.આર  એક્ટિવિટી અંતર્ગત આધુનિક ECG મશીન આપવામાં આવ્યા હતા.
આણંદ માં આવેલ નેસનલ  ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ના વડા મથક ખાતે આજે IDMC ના સહયોગ થી 10 જેટલા ECG મશીન જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આવેલ PHC હેલ્થ સેન્ટર ને દાનમાં આપવામાં આવ્યા આ પ્રશંગે સંસ્થા ના વડા મિનેશ શાહે જણાવ્યુ હતું કે આ મશીન આધુનિક ટેકનોલોજી ની સુવિધાઓ ધરાવે છે જે તમામ ECG ની ડિજીટલ કોપી નિષ્ણાત ને સોફ્ટવેર થકી પહોચી જસે જે થકી દર્દી ના રોગ નું નિદાન કરવું વધુ ઝડપી બની રહેશે અને દર્દી ને જરૂરી પ્રાથમિક સારવાર તુરંત મેળવવા માં મદદ ઉભી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ મશિન આણંદ જિલ્લાના 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આપવામાં આવ્યા હતા જેમાં  નાર, નાવલી, વડોદ સારસા, વગેરે PHC હેલ્થ સેન્ટર નો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે નાવલી PHC માં ડોક્ટર તરિકે ફરજ બજાવતા તબીબ ડો દૃષ્ટિ એ જણાવ્યું હતુંકે ગ્રામ્ય સ્તરે phc કેન્દ્ર પર ECG મશીન ઉપલબ્ધ થવા થી હૃદય રોગ ના દર્દીઓ ના નિદાન અને સારવાર માટે સારી સૌલત ઉભી થશે, ડોક્ટર દ્વારા સમગ્ર આયોજન બદલ NDDB અને IDMC નો આભાર માન્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.