Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રીનગરમાં આતંકવાદીઓએ પોલીસકર્મીને મારી ગોળી

શ્રીનગરના અલી જાન રોડ પર આતંકવાદીઓએ પોલીસકર્મીને ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે એટલે કે શનિવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીને ગોળી મારીને ઘાયલ કર્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રà
05:34 AM May 07, 2022 IST | Vipul Pandya
શ્રીનગરના અલી જાન રોડ પર આતંકવાદીઓએ પોલીસકર્મીને ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે એટલે કે શનિવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીને ગોળી મારીને ઘાયલ કર્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, "શહેરના સફાકદલ વિસ્તારમાં આવેલા આઈવા બ્રિજ પાસે સવારે લગભગ 8.40 વાગ્યે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ ગુલામ હસન પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોનું કહેવું છે કે, કાશ્મીર ખીણમાં અલગ-અલગ અથડામણમાં સુરક્ષા દળો દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં 62 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી 15 વિદેશી હતા. 

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા 62 આતંકવાદીઓમાંથી 39 લશ્કર-એ-તૈયબાના હતા જ્યારે 15 જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ સિવાય હિઝબુલ મુજાહિનના 6 આતંકી અને અલ બદરના 2 આતંકીઓ પણ માર્યા ગયા છે.
Tags :
fireGujaratFirstJammu-KashmirpoliceconstableSrinagarterrorist
Next Article